For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: વન ક્લાસ, વન ટીવી ચેનલને 12થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તારનુ એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ શિક્ષણને લઈને સરકારના ફોકસ પર બહુ મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ શિક્ષણને લઈને સરકારના ફોકસ પર બહુ મોટુ એલાન કર્યુ છે. વર્ષ 2022-23ની બજેટ જોગવાઈઓ માટે તેમણે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપનાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. પીએમ ઈવિદ્યા હેઠળ નાણામંત્રીએ વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમને વર્તમાન 12થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તારનો પ્રસ્તાવ રાખ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલ નુકશાનને જોતા આ પ્રકારનુ પગલુ લેવાની જાહેરાત કરી છે જેથી ડિજિટલ શિક્ષણનો વિસ્તાર થઈ શકે.

nirmala

ડિજિટલ શિક્ષણના વિસ્તારનુ એલાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં કહ્યુ છે કે પીએમ ઈવિદ્યા હેઠળ વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમને 12થી 200 ટીવી ચેનલોમાં વિસ્તાર કરવામાં આવશે. આ બધા રાજ્યોને ક્લાસ 1થી લઈને ક્લાસ 12 સુધી માટે સ્થાનિક ભાષાઓએમાં પૂરક શિક્ષણ આપવામાં સક્ષમ બનાવશે. આ સાથે જ તેમણે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપનાનુ પણ એલાન કર્યુ છે. વાસ્તવમાં કેન્દ્ર સરકરા કોવિડના કારણે શિક્ષણના ક્ષેત્રને થયેલા નુકશાનની ભરપાઈને જોતા ડિજિટલ શિક્ષણ પર ફોકસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ એ લોક સુધી રેડિયો અને ડીટીએચ દ્વારા શિક્ષણ પહોંચાડવા માટે લૉન્ચ કર્યુ હતુ જેમના સુધી ઈન્ટરનેટ પહોંચ્યુ નથી. કોવિડ મહામારી દરમિયાન શિક્ષણ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં રહ્યુ છે અને બે વર્ષોથી ખાસ કરીને શાળા શિક્ષણ ચોપટ થઈ ગયુ છે. શિક્ષણને ઑનલાઈન શિફ્ટ તો કરવામાં આવ્યુ છે પરંતુ બહુ મોટો વર્ગ આનાથી વંચિત રહી ગય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો આનાથી બહુ વધુ પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટથી મંજૂર કરાયા બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત બીજી વાર પેપરલેસ બજેટ રજૂ કર્યુ છે. કોવિડ મહામારીને જોતા પેપરલેસ બજેટ ગયા વર્ષે પહેલી વાર રજૂ કરવામાં આવ્યુ હતુ.

English summary
Budget 2022: Finance Minister has proposed to expand the One Class, One TV Channel program from the existing 12 to 200 TV channels under PM eVidya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X