Budget 2022: નાણામંત્રી સીતારામન GST ટ્રિબ્યુનલની રચનાની કરી શકે છે જાહેરાત
કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (જીએસટી ટ્રિબ્યુનલ)ની રચનાની જાહેરાત કરી શકે છે. પાલન બોજ ઘટાડવા અને બિઝનેસ કરવામાં સરળતા માટે સરકાર આની જાહેરાત કરી શકે છે. હાલમાં, કરદાતાઓએ GST
કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (જીએસટી ટ્રિબ્યુનલ)ની રચનાની જાહેરાત કરી શકે છે. પાલન બોજ ઘટાડવા અને બિઝનેસ કરવામાં સરળતા માટે સરકાર આની જાહેરાત કરી શકે છે. હાલમાં, કરદાતાઓએ GST સંબંધિત બાબતો માટે કોર્ટનો સંપર્ક કરવો પડે છે, જેમાં વધુ સમય અને નાણાં લાગે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે કેન્દ્ર સરકારને GST એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માટે પણ કહ્યું હતું, જે કાયદો અમલમાં આવ્યાના લગભગ 5 વર્ષ પછી પણ રચવામાં આવી નથી.

એક રિપોર્ટ અનુસાર બજેટ સત્રમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ GST ટ્રિબ્યુનલની રચનાની જાહેરાત કરી શકે છે. જીએસટીને લઈને કરદાતાઓને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે. આવી સ્થિતિમાં, GST એપેલેટ ટ્રિબ્યુનલ એ સુનિશ્ચિત કરશે કે GST થી ઉદ્ભવતા વિવાદો સરળતાથી ઉકેલાઈ જાય.
31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થશે
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે બજેટ સત્રની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા માટે 31મીએ સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. કોવિડને ધ્યાનમાં રાખીને આ વખતે કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડના કારણે રાજ્યસભાની બેઠક સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અને લોકસભાની બેઠક સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના પછી, બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.












Click it and Unblock the Notifications
