For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: આજના બજેટ સત્રનુ શિડ્યુલ અને મહત્વની જાણકારી

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23(FY23) માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. જાણો આજના બજેટ સત્રનુ શિડ્યુલ અને મહત્વની જાણકારી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાકીય વર્ષ 2022-23(FY23) માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. કોરોના મહામારીના આ સમયમાં સામાન્યથી લઈને ખાસ સુધી દરેક વ્યક્તિની નજર આ વખતે બજેટ પર છે કે નાણામંત્રી આ વખતના બજેટમાં શું જાહેરાત કરવાના છે. ગયા વર્ષે નાણામંત્રી ટેબલેટ લઈને સંસદ પહોંચ્યા હતા અને પહેલીવાર પેપરલેસ બજેટ રજૂ કર્યુ હતુ. આ વખતે પણ તે પેપરલેસ બજેટ રજૂ કરશે. કોરોના મહામારી દરમિયાન રજૂ થનારુ આ બીજુ કેન્દ્રીય બજેટ છે.

nirmala sitharaman

તમને જણાવી દઈએ કે બજેટ સવારે 11 વાગે રજૂ થવાની ધારણા છે. જેનો સમયગાળો 90થી 120 મિનિટનો હોઈ શકે છે. વર્ષ 20220માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યુ હતુ જે લગભગ 160 મિનિટ ચાલ્યુ હતુ.

બજેટ સત્રનુ આજનુ શિડ્યુલ અને અગત્યની માહિતી

આજે 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2022-23 માટેનુ સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં રજૂ કરશે અને તેની નકલ રાજ્યસભાના ટેબલ પર મૂકવામાં આવશે.
નાણામંત્રી આજે 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 11.30 વાગે બજેટ રજૂ કરશે.
2 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ગૃહ સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચાલશે.
બજેટ સત્રના પહેલા ભાગમાં 11 ફેબ્રુઆરી સુધી 10 બેઠકો યોજાશે જ્યારે બીજા ભાગમાં 14 માર્ચથી 8 એપ્રિલની વચ્ચે 19 બેઠકો યોજાશે.
સત્રના પ્રથમ ભાગ દરમિયાન સભ્યોને લોકસભા ચેમ્બર અને તેની ગેલેરીઓ(પ્રેસ ગેલેરી સિવાય) અને રાજ્યસભા ચેમ્બર અને તેની ગેલેરીઓ(પ્રેસ ગેલેરી સિવાય)માં સમાવવામાં આવશે.
સમગ્ર બજેટ સત્ર દરમિયાન કુલ 29 બેઠકો યોજાશે જેના માટે સાડા નવ કલાકનો સમય આપવામાં આવશે.
આ સમયગાળામાં સરકાર તેની કાયદાકીય કાર્યસૂચિને રજૂ કરશે અને જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે બજેટ સત્રના પહેલા દિવસે એટલે કે 31 જાન્યુઆરી, 2022ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2021-22 માટે વિકાસ દર 9.2 ટકા રહેશે. આ દરમિયાન નાણાકીય વર્ષ 2022-23 માટે 8 ટકાથી 8.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ છે. આ વખતે કોરોના મહામારીના કારણે હલવા સેરેમની ન યોજાઈ, બજેટ ટીમમાં શામેલ લોકોને મિઠાઈ વહેંચવામાં આવી.

English summary
Budget 2022: Today's Budget Schedule and important information regarding budget session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X