For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો, ઓટો સેક્ટર માટે કરાઇ મોટી જાહેરાત

કેન્દ્રીય બજેટ 2023ના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય બજેટ 2023ના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેન્દ્રીય બજેટ 2023માં સરકારે ગ્રીન મોબિલિટી, ઈલેક્ટ્રિક વાહનો અને નેશનલ હાઈડ્રોજન મિશનને લઈને કેટલાક નવા નિર્ણયો લીધા છે.

ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા

ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા

બજેટ 2023માં બેટરીથી ચાલતા ઈલેક્ટ્રિક વાહનોને સસ્તા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે જ સમયે, નેટ ઝીરો અને એનર્જી ટ્રાન્ઝિશનની યોજનાઓ પ્રત્યે ગંભીરતા દર્શાવતા, સરકારે 35,000 કરોડ રૂપિયાની યોજનાની રકમ નક્કી કરી છે. આ યોજના હેઠળ સરકારી કચેરીઓમાંથી જૂના વાહનો હટાવીને નવા વાહનો દાખલ કરવામાં આવશે. જેમાં પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ અને અન્ય અનેક પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે.

સ્ક્રેપ પોલિસી માટે ફાળવાયો ફંડ

સ્ક્રેપ પોલિસી માટે ફાળવાયો ફંડ

બજેટ 2023ની પ્રસ્તાવનામાં, સ્ક્રેપેજ પોલિસી માટે પણ પર્યાપ્ત રકમ નિર્ધારિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ક્રેપેજ પોલિસી હેઠળ, પ્રદૂષિત જૂના વાહનોને બદલવા માટે એક રકમ નક્કી કરવામાં આવી છે. જૂના વાહનને બદલીને નવું વાહન ખરીદનાર ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

રાષ્ટ્રિય હાઇડ્રોજન મિશન માટે મોટી જાહેરાત

રાષ્ટ્રિય હાઇડ્રોજન મિશન માટે મોટી જાહેરાત

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટ 2023ના ભાષણમાં નેશનલ હાઈડ્રોજન મિશન માટે 19,700 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર 2030 સુધીમાં 5 મેટ્રિક મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સિવાય રેલવેની યોજનાઓ માટે 2.4 લાખ કરોડ રૂપિયા અલગ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

English summary
Budget 2023: Electric vehicles will be cheaper, big announcement made for auto sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X