For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: ઈતિહાસમાં પહેલી વાર અભિભાષણ આપનાર અને બજેટ રજૂ કરનાર બંને મહિલાઓ

આજે આઝાદી પછીના ઈતિહાસમાં પહેલી વાર એવુ બનશે જ્યારે એક મહિલા રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યુ અને એક મહિલા નાણામંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Budget 2023: આજે બજેટ રજૂ થાય તે પહેલા 31 જાન્યુઆરીએ મંગળવારે સંસદનુ શિયાળુ સત્ર શરુ થયુ. જ્યાં પ્રધાનમંત્રીના સંબોધન બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યુ. ત્યારબાદ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતના બજેટમાં એક ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. 1947 એટલે કે આઝાદી પછી પહેલી વાર આવુ બનશે જ્યારે સંસદમાં અભિભાષણ આપનાર અને બજેટ રજૂ કરનાર બંને મહિલાઓ છે.

president-fm

પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા, પરંતુ તેમના કાર્યકાળના પાંચ વર્ષમાં પુરૂષ નાણામંત્રી હતા. હવે સ્વતંત્ર ભારતમાં પહેલી વાર એવુ બની રહ્યુ છે જ્યારે એક મહિલા સંસદમાં ભાષણ આપે છે અને એક મહિલા બજેટ રજૂ કરે છે. નિર્મલા સીતારમણના નામ પર પહેલાથી જ ઘણા રેકોર્ડ છે, તેઓ 2019માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના નાણાં પ્રધાન બન્યા હતા. આ પહેલા તેમણે ભારતના પ્રથમ મહિલા પૂર્ણકાલીન સંરક્ષણ મંત્રી બનીને ઈતિહાસ રચ્યો હતો.

મંગળવારે સંસદનુ સત્ર શરૂ થયુ ત્યારે પીએમ મોદી ગૃહની બહાર મીડિયાને મળ્યા હતા. તેમણે આ મહિલા સશક્તિકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યુ હતુ કે અર્થજગતમાં જેમની માન્યતા છે તેમનો અવાજ આશાનુ કિરણ લાવી રહ્યો છે. આજે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિએ પ્રથમ વખત સંયુક્ત સંસદમાં સંબોધન કર્યુ હતુ. તેમનુ સંબોધન ભારતના બંધારણ, સંસદીય પ્રણાલીનુ ગૌરવ છે અને આજે મહિલાઓના સન્માનનો પ્રસંગ પણ છે. આપણા નાણામંત્રી પણ એક મહિલા છે. આજના વૈશ્વિક સંજોગોમાં માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર છે.

English summary
Budget 2023: First time in the history woman President addressed and woman Finance minister budget presentation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X