For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Vishwakarma Kaushal Samman: કારીગરો અને શિલ્પકારો માટે સહાયતા પેકેજની ઘોષણા, મળશે આ લાભ

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં કારીગરો અને શિલ્પકારો માટે સહાયતા પેકેજની જાહેરાત કરી છે. અહીં જાણો શું લાભ મળશે.

|
Google Oneindia Gujarati News

Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનુ છેલ્લુ અને પોતાનુ પાંચમુ બજેટ આજે સંસદમાં રજૂ કર્યુ. વર્ષ 2023 માટેનુ આ બજેટ અમૃતકાળનુ પહેલુ બજેટ છે. બજેટમાં નાણામંત્રીએ પારંપરિક કારીગરો અને શિલ્પકારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે સહાયતા પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ તેમને એમએસએમઈ મૂલ્ય શ્રૃંખલા સાથે જોડીને પોતાના ઉત્પાદનની ગુણવત્તા, સ્કેલ અને પહોંચમાં સુધારો કરવામાં સક્ષમ બનાવશે.

nirmala sitharaman

બજેટ માટે કેટલા રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે એ અંગેની માહિતી મળી નથી. એવુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આનો પણ ખુલાસો થઈ જશે. આ પેકેજ પરંપરાગત કારીગરો અને કારીગરોના જીવનમાં સુધારો કરશે. આ ઉપરાંત, તેઓ તેમના ઉત્પાદનો સરળતાથી વેચી શકશે. લોકસભામાં 2023નુ બજેટ રજૂ કરવા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય વિકાસ યોજના હેઠળ હસ્તકલાકારોને માત્ર પૈસા જ નહિ પરંતુ નવી તકનીકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાથની વસ્તુઓ બનાવતા કારીગરોને પણ બેંક પ્રમોશન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેંકો સાથે જોડવામાં આવશે. આનાથી દેશભરમાં પરંપરાગત હસ્તકલા સાથે સંકળાયેલા નબળા જૂથોને ફાયદો થશે.

English summary
Budget 2023: PM Vishwakarma Kaushal Samman package for traditional artisans crafts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X