Budget 2024 : વિપક્ષે બજેટને નિરાશાજનક ગણાવ્યુ, જાણો શેરબજારની સ્થિતી
નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ વચગાળાનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કર્યુ છે. આ બજેટને વિપક્ષે નિરાશાજનક ગણાવ્યુ છે.
સામાન્ય લોકો સિવાય માર્કેટને પણ અપેક્ષા હતી કે મોદી સરકાર બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આવુ ન થતા તેની અસર શેરબજાર પર પણ જોવા મળી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય મધ્યમ વર્ગની નજર ટેક્સ સ્લેબ પર હતી. જો કે, સરકારે તેમને નિરાશ કર્યા. તેમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. સરકારનું કહેવું છે કે આ બજેટ સંતુલિત છે. વિપક્ષે તેને નિરાશાજનક બજેટ ગણાવ્યું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નાણા પ્રધાને ખૂબ જ પ્રોત્સાહક વચગાળાનું બજેટ રજૂ કર્યું...અમે 2047નો રોડમેપ હાંસલ કરીશું. અમને પૂરો વિશ્વાસ છે.
કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, આ એક ઐતિહાસિક બજેટ છે જે સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત એક વિકસિત, આત્મનિર્ભર, વિશ્વ નેતા બનવાના લક્ષ્ય તરફ ઝડપ સાથે આગળ વધ્યું છે.
બીજી તરફ શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, હું આ બજેટમાં એક ઘમંડ જોઈ રહી હતી કે અમે જુલાઈમાં બજેટ રજૂ કરીશું. તમે કોઈપણ ચૂંટણીને હળવાશથી ન લઈ શકો. આજે તમને તે કરવાની તક મળી છે જે છેલ્લી ચૂંટણીએ કર્યું હતું. 10 વર્ષમાં આપેલા વચનો પૂરા કરો અને જનતાને વધુ સપના ન બતાવો.
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જો કોઈ બજેટ વિકાસ માટે ન હોય અને જો કોઈ વિકાસ લોકો માટે ન હોય તો તે નકામું છે. બીજેપી સરકારે જનવિરોધી બજેટનો એક દાયકો પૂરો કરીને શરમજનક રેકોર્ડ સર્જ્યો છે, જે ફરી ક્યારેય તૂટશે નહીં. હવે સકારાત્મક સરકાર આવવાનો સમય આવી ગયો છે. આ ભાજપનું ફેરવેલ બજેટ છે.
શેરબજાર પર નકારાત્મક અસર
શેરબજારની વાત કરીએ તો 2024ની ચૂંટણી પહેલા નિર્મલા સીતારમને તેમની સરકારનું અંતિમ બજેટ રજૂ કર્યા બાદ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી50માં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
બજેટ બાદ સેન્સેક્સ 0.49 પોઈન્ટના વધારા સાથે 71,783.74 પર ટ્રેડ થતો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી-50 17.10 અથવા 0.07 ટકાના ઘટાડા સાથે 21,751.60 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
