Budget 2025 : 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર, જાણો ક્યારે રજુ થશે બજેટ?
Budget 2025 : સંસદનું આગામી બજેટ સત્ર આગામી 31 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી સુધી યોજાશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજુ કરશે.
સંસદમાં રજુ થવા જઈ રહેલા બજેટથી સામાન્ય નાગરિકો અને મોટા ઉદ્યોગો બંનેને ઘણી અપેક્ષાઓ છે. તમામ લોકોની નજર એના પર છે કે આ વખતે સરકાર શું લઈને આવે છે.

બજેટ સત્રની શરૂઆત સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે અને ત્યારબાદ આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવશે.
બજેટ સત્રનો બીજો તબક્કો માર્ચના બીજા અઠવાડિયાથી એપ્રિલના પહેલા અઠવાડિયા વચ્ચે સંભવિત 10 માર્ચથી 4 એપ્રિલ સુધી યોજાવાની સંભાવના છે.
બંને ગૃહોમાં ચર્ચાનો પ્રારંભિક તબક્કો રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પર કેન્દ્રિત હશે, જે બંને ગૃહોમાં વડાપ્રધાનના પ્રતિભાવો સાથે સમાપ્ત થશે.
આગામી બજેટ રજૂ થવાની અપેક્ષાઓ વધતી જાય છે, પગારદાર વ્યક્તિઓ આવકવેરામાં રાહત મળવાની શક્યતા અંગે અટકળો કરી રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે આ વર્ષના બજેટમાં કર મુક્તિના સંદર્ભમાં થોડી રાહત મળશે.
જણાવી દઈએ કે, 25 નવેમ્બરથી 21 ડિસેમ્બર 2024 સુધી ચાલેલા શિયાળુ સત્રમાં ઘણો હંગામો જોવા મળ્યો હતો. 26 દિવસના સમયગાળા દરમિયાન લોકસભાની 20 બેઠકો અને રાજ્યસભાની 19 બેઠકો યોજાઈ હતી. લોકસભામાં પાંચ બિલ રજૂ કરવામાં આવ્યાપરંતુ ફક્ત ચાર બિલ પસાર થયા હતા અને રાજ્યસભામાં ફક્ત ત્રણ બિલ પસાર થયા.












Click it and Unblock the Notifications
