For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ

જો તમે દિવાળી પહેલા માલામાલ થવા માંગો છો અથવા અમુક શોપિંગ કરવા માંગો છો તો તમને આ કરતાં વધુ સારી તક મળશે નહીં.

|
Google Oneindia Gujarati News

જો તમે દિવાળી પહેલા માલામાલ થવા માંગો છો અથવા અમુક શોપિંગ કરવા માંગો છો તો તમને આ કરતાં વધુ સારી તક મળશે નહીં. જી હા, આ નવરાત્રી તમે 1 રૂપિયામાં સોનું ખરીદી શકો છે. અહીં 1 રૂપિયામાં સોનું ખરીદવા માટે અમે તમને ત્રણ વિકલ્પો જણાવીશું, જેમાંથી એક છે પેટીએમ ગોલ્ડ, ઇએમઆઈ પરની બીજી રીત ગોલ્ડ ઇટીએફના માધ્યમથી છે, તો ચાલો આપણે તેમના વિશે જાણીએ.

આ પણ વાંચો: આ અનોખા રેસ્ટ્રોરન્ટમાં ખવડાવવામાં આવે છે દરેક વાનગી સાથે સોનું

પેટીએમ ગોલ્ડ દ્વારા

પેટીએમ ગોલ્ડ દ્વારા

તમને જણાવી દઈએ કે પેટીએમ ગોલ્ડ પર 1રૂપિયાથી એક લાખ રૂપિયા સુધીની રકમનું સોનું ખરીદી શકાય છે. આના માટે તમારે માત્ર એટલું જ કામ કરવાનું છે કે તમારા પેટીએમ એપ પર પેટીએમ ગોલ્ડ પર જવું પડશે. અહીં તમે જેટલી રકમનું સોનુ ખરીદવા માંગો છો, તેટલી રકમનું ખરીદી શકો છો. પેટીએમ ગોલ્ડથી સોનું ખરીદવું તેમના માટે વધુ સારું છે, જેઓ થોડા થોડા પૈસા ખર્ચી અને લાંબા સમયમાં કેટલાક ગ્રામ સોનુ એકત્રિત કરવા માંગે છે.

ઇએમઆઈ (EMI) પર સોનુ

ઇએમઆઈ (EMI) પર સોનુ

તમે ઈએમઆઈ પર ટીવી-ફ્રિજની જેમ જ સોનુ પણ ખરીદી શકો છો. જી હા, હપ્તા પર સોનાનું વેચાણ માત્ર સ્થાનિક બજારમાં નથી, પરંતુ ઘણી મોટી કંપનીઓ પણ તમને આ ઑફર આપે છે. બુલીયન ઇન્ડિયા, મુત્થુટ ગોલ્ડ અને તનિષ્ક સમિતિ અનેક મોટી કંપનીઓ છે કે જે હપતા પર સોનું ખરીદવાનો વિકલ્પ પૂરો પાડે છે. બુલીયન ઇન્ડિયા પર તમે પેટીએમ ગોલ્ડની જેમ જ એક રૂપિયામાં પણ સોનાની ખરીદી શકો છો.

ગોલ્ડ ઇટીએફ પર સોનુ

ગોલ્ડ ઇટીએફ પર સોનુ

જો તમે ફિજિકલ સોનુ રાખવા અને ખરીદીની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકો છો. ગોલ્ડ ઇટીએફ અથવા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડને પણ તમે શેરની જેમ જ ખરીદો છો. ઇટીએફ ખરીદવું એ સોનાના અલંકારો ખરીદવા કરતાં થોડું સસ્તું પડે છે કારણ કે આ પર ખરીદી અને વેચાણ માટે કોઈ ચાર્જ લાગતો નથી.

સોનું ખરીદતા પહેલાં આ વસ્તુની પડશે જરૂર

સોનું ખરીદતા પહેલાં આ વસ્તુની પડશે જરૂર

ગોલ્ડ ઇટીએફ ખરીદવા માટે તમારી પાસે શેર બ્રોકર સાથે ટ્રેડિંગ એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટ હોવું જ જોઈએ. ગોલ્ડ ઇટીએફ પણ તમે માસિક હપતા અથવા SIP મારફતે ખરીદી શકો છો અથવા તો એક જ વારમાં મોટી રકમ પર રોકાણ કરી શકો છો. જો તમારી પાસે આ ફેસ્ટિવલમાં પૈસાની તંગી છે તો જણાવેલ વિકલ્પો દ્વારા સોનુ ખરીદી શકો છો. હા, પરંતુ સોનું ખરીદતા પહેલા કાળજીપૂર્વક નિયમો અને શરતો જરૂર વાંચો.

English summary
Buy Gold In 1 Rupee Through Paytm Gold, EMI And Gold ETF Option
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X