For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm, ફોન પે, Mobikwik, સહિતના મોબાઈલ વોલેટ, જાણો કારણ

જો તમે પણ Paytm, PhonePe, Mobikwik જેવા મોબાઈલ વૉલેટ યુઝ કરો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પણ Paytm, PhonePe, Mobikwik જેવા મોબાઈલ વૉલેટ યુઝ કરો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. ટૂંક સમયમાં જ તમે આ મોબાઈલ વૉલેટનો ઉપયોગ નહીં કરી શકો. પેમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ માર્ચ 2019 સુધી તમામ મોબાઈલ વોલેટ્સ બંધ થવાની આશંકા વ્યક્ત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આદેશને કારણે પેમેન્ટ એપનું સંચાલન કરતી કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. જો RBI ડેડલાઈન નહીં લંબાવે તો મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરનાર 95 ટકા યુઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકે.

આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

માર્ચથી મોબાઈલ વૉલેટ પર રોક

માર્ચથી મોબાઈલ વૉલેટ પર રોક

ETના અહેવાલ પ્રમાણે 1 માર્ચથી તમારું મોબાઈલ વોલેટ અકાઉન્ટ બંધ થઈ જશે. ભારતી રિઝર્વ બેન્કના નિયમો પ્રમાણે KYC વગર દેશભરમાં ચાલતા 95 ટકા મોબાઈલ વૉલેટ બંધ થઈ જશે. RBIના આદેશ પ્રમાણે તમામ મોબાઈલ કંપનીઓ 28 ફેબ્રુઆરી સુધી ગ્રાહકોએ KYC કરવું જરૂરી છે, પરંતુ હજી સુધી મોટાભાગની કંપનીઓએ આ પ્રોસેસ પૂરી નથી કરી. એટલે 1 માર્ચ સુધીમાં આ મોબાઈલ વૉલેટ બંધ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જો આમ થયું તો માર્ચમાં તમે મોબાઈલ વૉલેટ નહીં વાપરી શકો.

રિઝર્વ બેન્કની ડેડલાઈન છે 28 ફેબ્રુઆરી

રિઝર્વ બેન્કની ડેડલાઈન છે 28 ફેબ્રુઆરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોબાઈલ વોલેટ કંપનીઓએ 28 ફેબ્રુઆરી સુધી તમામ યુઝર્સને KYC અપડેટ કરવા આદેશ અપાયો હતો, પરંતુ કંપનીઓ આમ નથી કરી શકી. રિઝર્વે બેન્કે મોબાઈલ યુઝર્સને 28 ફેબ્રુઆરી સુધી વોલેટનું બેલેન્સ જપ્ત નહીં થવાની રાહત આપી છે. તમે આ બેલેન્સથી ખરીદી કરી શક્શો, ઈચ્છો તો તેને બેન્ક અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શક્શો. પરંતુ 1 માર્ચથી તમે KYC વગર વોલેટમાં પૈસા ન તો નાખી શકો ન તો કોઈને મોકલી ન શકો.

KYC અપડેટ વગર નહીં કરી શકો ઉપયોગ

KYC અપડેટ વગર નહીં કરી શકો ઉપયોગ

રિઝર્વ બેન્કે ઓક્ટોબર 2017માં જ તમામ મોબાઈલ વૉલેટ કંપનીઓને પોતાના ગ્રાહકોનું કેવાયસી કરવા આદેશ આપ્યો હતો. ત્યારથી કંપનીઓ આધાર બેઝ કેવાયસીની માહિતી ભેગી કરી રહી છે. જો કે બાદમાં 2018માં સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ હવે આધારનું ઈ કેવાયસી વેલિડ નથી ગણાતું. એટલે કંપનીઓને ગ્રાહકોના ફિઝિકલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડી રહી છે. કંપનીઓ અત્યાર સુધીમાં માત્ર 10 ટકા ગ્રાહકોનો જ ડેટા એક્ઠો કરી રહી છે. હાલ મોટા ભાગના યુઝર્સ બાયોમેટ્રિક, ફિઝિકલ વેરિફિકેશન નથી કરી શકાયું. જેને કારણે મનાઈ રહ્યું છે કે માર્ચમાં દેશના 95 ટકાથી વધુ મોબાઈલ વૉલેટ બંધ થઈ જશે.

English summary
Most mobile wallets may become non-operational by March: report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X