For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020 સુધીમાં શરુ થઇ જશે 1 કરોડ ઘરો બનાવવાનું કામ

પ્રધાનમંત્રી આવાસ હેઠળ, 2022 સુધીમાં બધાને ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી આવાસ હેઠળ, 2022 સુધીમાં બધાને ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તેમની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકી એક છે. આ ધ્યેય પૂરો કરવા માટે કેન્દ્રીય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલયે 2018 માં અનેક યોજનાઓની શરૂઆત કરી. આ હેઠળ 2020 પહેલાં 1 કરોડ ઘરોના નિર્માણ માટેનું કામ શરુ કરવાનું લક્ષ્ય છે.

આ ઉપરાંત શહેરી વિકાસ મંત્રાલય પર સ્વચ્છ ભારત મિશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, રાષ્ટ્રીય હેરિટેજ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અટલ મિશન જેવી વિવિધ યોજનાઓને પૂર્ણ કરવા માટેની જવાબદારી છે.

આ પણ વાંચો: 7 નબળી બેંકોને 28,600 કરોડ રૂપિયા આપશે સરકાર

એપ્રિલ 2018 થી દેશભરના 1612 શહેરોને ખુલ્લામાં શૌચ મુક્ત તરીકે જાહેર

એપ્રિલ 2018 થી દેશભરના 1612 શહેરોને ખુલ્લામાં શૌચ મુક્ત તરીકે જાહેર

એક અધિકારીના જણાવ્યા મુજબ એપ્રિલ 2018 થી દેશભરના 1612 શહેરોને ખુલ્લામાં શૌચ મુક્ત તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કુલ 4124 શહેરો અને ગામડાઓને ખુલ્લામાં શૌચ મુક્ત તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

બાંધકામ માટે 68.5 લાખ ઘરો મંજૂર કરવામાં આવ્યા

બાંધકામ માટે 68.5 લાખ ઘરો મંજૂર કરવામાં આવ્યા

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં બાંધકામ માટે 68.5 લાખ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. આ પૈકી 35.67 લાખ ઘરોનું બાંધકામ ચાલુ છે, જેમાંથી 12.45 લાખ ઘરોના બાંધકામને પૂર્ણ કરીને 2022 સુધીમાં ઘરો ફાળવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ આશરે 3 લાખ 56 હજાર 397 કરોડ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ આશરે 3 લાખ 56 હજાર 397 કરોડ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ આશરે 3 લાખ 56 હજાર 397 કરોડ છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 33 હજાર 455 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હાલમાં ફાળવેલ રકમ 1 લાખ 275 કરોડ છે.

English summary
By 2020 1 Crore Houses Ready To Develop Under PMAY.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X