For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબસિડીવાળા એલપીજી સિલેન્ડરોની સંખ્યા 9થી વધીને 12 થઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: ગુરૂવારે વપરાશકર્તાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવે સબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરોની સંખ્યા 9થી વધીને 12 કરી દેવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં ગુરૂવારે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય કેબિનેટે તેની મંજૂરી આપી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એઆઇસીસીની બેઠક દરમિયાના આ મુદ્દાને મહત્વપૂર્ણ રીતે ઉપાડવવામાં આવ્યો હતો. અંતે કેબિનેટની બેઠકમાં રાહુલ ગાંધીની માંગ પર મોહર લગાવી દેવામાં આવી છે.

lpg

કેન્દ્ર સરકારના અનુસાર એલપીજી સિલેન્ડરોના લગભગ 15 કરોડ ગ્રાહક છે. તેમાંથી 90 ટકા વધુમાં વધુ 9 સિલેન્ડરોનો ઉપયોગ કરે છે. બાકી 10 ટકા જ જરૂરિયાત માટે બજારમાંથી સિલેન્ડર ખરીદે છે. સિલેન્ડરોની સંખ્યા 12 કરવાથી 97 ટકા તેના દાયરામાં આવી જશે. સરકારના આ પગલાંથી ફ્યૂલ સબસિડી 3,300 કરોડથી વધારીને 5,000 કરોડ થઇ જશે. અત્યારે એલપીજી પર વાર્ષિક 46 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

English summary
The Cabinet Committee on Economic Affairs may consider raising the quota of subsidised LPG cylinder from nine to 12 per household at a meeting on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X