For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે એક્સાઇઝ ડ્યુટી છૂટ પૂરી થતા 1 જાન્યુઆરીથી મોંઘી બનશે આ વસ્તુઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર : મધ્યમ વર્ગના લોકો માટે નવું વર્ષ આર્થિક સંકટ લઇને આવે તેવી શક્યતા છે. કારણ કે નવા વર્ષમાં અનેક વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે.

ઑટો, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ગુડ્સ કંપનીઓ માટે 2015ની શરૂઆત સારી નહીં રહે એવા સંકેત સરકાર તરફથી મળી રહ્યા છે. બજેટમાં આ ક્ષેત્રમાં આપવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટીની છૂટનો આજે અંતિમ દિવસ છે અને સરકાર આ છૂટ લંબાવશે નહીં એવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો સરકાર દ્વારા છૂટ વધારવામાં નહીં આવે તો નાની કાર, સ્કૂટર, બાઇક પર એક્સાઇઝ ડ્યુટી 8 ટકાથી વધી 12 ટકા થઈ જશે.

rupee-symbol-1

એસયૂવી પર આ ડ્યુટી 24 ટકાથી વધી 30 ટકા થઈ જશે. મોટી લક્ઝુરિયસ કાર પર 24 ટકાના સ્થાને 27 ટકા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સ પર પણ પહેલી જાન્યુઆરીથી 10 ટકાના સ્થાને 12 ટકાની ડ્યુટી વસૂલવામાં આવશે. જાણકારોના મતે આ ખબરથી ઑટો અને કેપિટલ ગુડ્સ કંપનીઓના શેર્સમાં આજે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. સાથે જ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ નિર્ણયથી ગ્રાહકો પર ભારણ વધશે.

મની કન્ટ્રોલના રિપોર્ટમાં માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાનું કહેવું છે કે સરકારની પાસે વધારે રાજસ્વ આવી નહોતું રહ્યું જેના કારણે આ ડ્યૂટી છૂટ ના વધારનો નિર્ણય લીધો છે. જોકે એનાથી કંપનીઓ અને ગ્રાહકોની ઉપર ઘણો બોજ વધશે. અગર અર્થવ્યવસ્થાને ગ્રોથ આપવી છે તો ઑટો સેક્ટરને ઝડપ આપવી જરૂરી છે અને આ પગલાથી ગ્રોથ પર સવાલ ઉભા થશે.

વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના સીએમડી વેણુગોપાલ ધૂતનું કહેવું છે કે ઑટો સેક્ટર માટે એક્સાઈઝ ડ્યૂટી છૂટ તો ચાલુ રહેવાનો અનુમાન નથી પરંતુ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપનીઓ માટે કદાચ છૂટ ચાલુ રહી શકે છે. કન્ઝ્યમૂર ડ્યૂરેબલ્સ કંપનીઓએ સરકારથી કહ્યું છે કે જીએસટી આવ્યા બાદ તો એમની ડ્યૂટીમાં બદવાલ તો થશે જ. જો આમ થાય છે તો કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ ઉત્પાદકોના ભાવ પણ વધશે.

English summary
Cars, durables to be costlier from 1 January 2015 as govt ends excise sop today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X