Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Big news: આધારને PAN કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન વધી

આધાર નંબરને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. CBDT એ આધારને પાનકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 6 મહિના માટે વધારી છે.

આધાર નંબરને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. CBDT એ આધારને પાનકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 6 મહિના માટે વધારી છે. મીડિયામાં સમાચાર ચાલી રહ્યા હતા કે 31 માર્ચ સુધી, જો તમે તમારા PAN કાર્ડને આધાર સાથે લિંક ન કરાવ્યું , તો તમારું પાનકાર્ડ રદ થઈ જશે, પરંતુ હવે તેમાં મોટી રાહત મળી છે. હવે આ ડેડલાઈન 30 સપ્ટેમ્બર, 2019 સુધી વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: જો તમારી પાસે LIC પોલિસી છે તો, આ સમાચાર તમારા માટે ખાસ છે

પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં મળી રાહત

પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં મળી રાહત

હવે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવામાં રાહત મળી છે. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે 31 માર્ચ સુધી, જો તમે તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક ન કરાવ્યું , તો તમારું પાનકાર્ડ રદ થઈ જશે. પરંતુ હવે તેમાં મોટી રાહત મળી છે. CBDT એ પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખમાં મોટી રાહત આપી છે. હવે તેને 30 સપ્ટેમ્બર 2019 સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ છે કે હવે તમે 30 સપ્ટેમ્બર, 2019 સુધી તમારા પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો.

30 સપ્ટેમ્બર સુધી લિંક કરી શકાશે

30 સપ્ટેમ્બર સુધી લિંક કરી શકાશે

CBDT એ સત્તાવાર જાહેરાત આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે આધાર નંબરને પાનકાર્ડ સાથે લિંક કરવાની કટ-ઑફ તારીખ હવે 30.09.2019 છે. સીબીડીટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલથી ઇનકમ રિટર્ન ફાઇલ કરતી વખતે પાનકાર્ડ અને આધાર લિંકિંગનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.

ઘરે બેસીને આ રીતે કરો લિંક

ઘરે બેસીને આ રીતે કરો લિંક

તમારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો. તમે www.incometaxindiaefiling.gov.in પર જાવ. ડાબી બાજુ 'લિંક આધાર' વિકલ્પ પર ક્લિક કરો. રજીસ્ટ્રેશન કર્યા પછી લૉગિન કરો. લૉગિન પછી પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો અને ત્યાંથી આધાર કાર્ડ લિંકનો વિકલ્પ પસંદ કરો અને પછી આધાર ડિટેલ્સ ભર્યા પછી કેપ્ચા કોડ નાખ્યા બાદ સબમિટ કરો. આ ઉપરાંત, તમે એસએમએસ મોકલીને પણ આધારને પાનકાર્ડ સાથે લિંક કરી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X