For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબરીઃ કેન્દ્ર સરકારે વધાર્યુ વેરીએબલ ડીએ, 1.5 કરોડ સરકારી કર્મચારીઓને થશે ફાયદો

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ખુશખબરી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ખુશખબરી આપી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે પરિવર્તનીય મોંઘવારી ભથ્થુ(વેરીએબલ ડીઅરનેસ અલાઉન્સ) વધારવાનુ એલાન કર્યુ છે. આ વધારાનો ફાયદો કેન્દ્ર સરકારના 1.5 કરોડ કર્મચારીઓને મળશે. કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે શુક્રવારે વીડીએમાં 105થી લઈને 210 રૂપિયા પ્રતિ માસ સુધીનો વધારો કર્યો છે. વીડીએમાં ફેરફાર 1 એપ્રિલ, 2021થી લાગુ થશે. વીડીએમાં વધારાના પરિણામ સ્વરૂપ કેન્દ્રીય કર્મચારીઓ અને શ્રમિકો માટે લઘુત્તમ મજૂરીના દરમાં પણ વધારો થશે.

rupees

વૃદ્ધિમાં કરવામાં આવેલ વધારા માટે શ્રમ તેમજ રોજગાર મંત્રી સંતોષ ગંગવારે કહ્યુ કે આનાથી 1..50 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. તેમણે આગળ કહ્યુ કે આ મહામારીના સમયમાં વીડીએમાં વધારાથી તેમને થોડી રાહત મળશે.
શ્રમ બ્યુરો દ્વારા સંકલિત ઔદ્યોગિક શ્રમિકો માટે સરેરાશ ગ્રાહક મૂલ્ય સૂચકાંક(CPI-IW)ના આધારે વીડીએનમાં સુધારો કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બર 2020 માટે સરેરાશ CPI-IWના ઉપયોગ નવીનતમ VDA સુધારો કરવા માટે કરવામાં આવ્યો હતો.

લઘુત્તમ મજૂરીમાં પણ કરવામાં આવ્યો સુધારો

વીડીએ ઉપરાંત લઘુત્તમ મજૂરીમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે રસ્તા/ઈમારત નિર્માણ અને સમારકામ કાર્ય વગેરે અકુશળની લઘુત્તમ મજૂરી 431 અને કુશળતમ માટે મહત્તમ મજૂરી 853 રૂપિયા હશે. સફાઈકર્મીઓ માટે આ સીમા 431થી 645 હશે. સામાન લાદવા ઉતારનારા માટે આ સીમી 431 રૂપિયાથી 645 રૂપિયા હશે. હથિયાર વિના સુરક્ષાકર્મીઓ માટે 609થી 784 રૂપિયા. હથિયારે સાથે 714 રૂપિયાથી 853 રૂપિયા હશે. ખેતીમાં મજૂરીની સીમા 372 રૂપિયાથી 540 રૂપિયા કરવામાં આવી છે.

English summary
Central government increases variable dearness allowance for 1.5 crore government employees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X