For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI કસ્ટમર માટે સારા સમાચાર, ડિપોઝીટ પર મળશે વધારે વ્યાજ

જો તમારું એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તો આ ખબર તમારા માટે ખુબ જ સારી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જો તમારું એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તો આ ખબર તમારા માટે ખુબ જ સારી છે. ભારતીય સ્ટેટ બેંક ઘ્વારા તેમના ગ્રાહકોને મોટી ખુશખબર આપતા લાંબા સમય માટે કરવામાં આવેલી ડિપોઝીટ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો છે. એસબીઆઈ ઘ્વારા લાંબા સમયની ટર્મ અને બલ્ક ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યું છે.

એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર

એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા પોતાની વેબસાઈટ પર નવા વ્યાજદરો વિશે જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર ગ્રાહકોને વધુ વ્યાજ મળશે. જો તમે બેંકમાં એક કરોડ અથવા તેના કરતા વધારે રકમ જમા કરાવો છો તો તમને 6.6 ટકાના હિસાબે વ્યાજ મળશે. બેંક ઘ્વારા જણાવ્યા અનુસાર 1 કરોડ કરતા ઓછી ડોમેસ્ટિક ટર્મ ડિપોઝીટ 2-3 વર્ષની જમા યોજના પર 6.6 ટકા વ્યાજ મળશે.

સિનિયર સીટીઝન માટે રાહત

સિનિયર સીટીઝન માટે રાહત

બેંક ઘ્વારા સિનિયર સીટીઝન માટે મોટી રાહત આપવામાં આવી છે. બેંક ઘ્વારા સિનિયર સીટીઝન ને મળતા વ્યાજને 7 ટકા થી વધારીને 7.10 ટકા કરી નાખવામાં આવ્યું છે. બેંક ઘ્વારા 3 થી 5 વર્ષ માટે જમા રાશિ પર વ્યાજ 6.5 ટકા થી વધારીને 6.7 ટકા કરી નાખવામાં આવ્યું છે. બેંક ઘ્વારા 5-10 વર્ષ માટે જમા વ્યાજદર 6.5 થી વધારીને 6.75 કરી દેવામાં આવ્યું છે. જયારે સિનિયર સીટીઝન ને આ પ્લાન હેઠળ 7.25 ટકા વ્યાજ મળશે.

બલ્ક ડિપોઝીટ પર ફાયદો

બલ્ક ડિપોઝીટ પર ફાયદો

એસબીઆઈ ઘ્વારા ડોમેસ્ટિક બલ્ક ટર્મ ડિપોઝીટ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. જો તમે એસબીઆઈ બેંકમાં 1 થી 10 કરોડ રૂપિયા 1 થી 2 વર્ષ માટે જમા કરાવો છો, તો તમને 6.75 ટકા વ્યાજને બદલે 7 ટકા વ્યાજ મળશે. જયારે આ પ્લાનમાં સિનિયર સીટીઝન ને 7.50 ટકા વ્યાજ મળશે. એસબીઆઈ ઘ્વારા લાગુ કરવામાં આવેલા દર 28 માર્ચ થી લાગુ થઇ ચુક્યા છે.

English summary
The country's biggest lender State Bank of India has increased the interest rates on fixed deposits by 10-25 basis points for tenures ranging between two and 10 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X