For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CNGના ભાવમાં ફરીથી 2 રુપિયાનો વધારો, જાણો દિલ્લી, નોઈડા સહિત આ શહેરોમાં કિંમત

સીએનજીની ગાડી ચલાવતા લોકો માટે સારા સમાચાર નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સીએનજીની ગાડી ચલાવતા લોકો માટે સારા સમાચાર નથી. એક વાર ફરીથી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સીએનજી ગેસની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો શનિવારે એટલે કે આજે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ જશે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સીએનજી ગેસ 75.61 રુપિયા પ્રતિ કિલોગ્રામમાં મળશે. છેલ્લા 6 દિવસમાં બીજી વાર સીએનજીના ભાવ વધ્યા છે. 15 મેના રોજ દિલ્લીમાં સીએનજીના ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વધારવામાં આવ્યા હતા.

cng

CNGની કિંમતમાં આજે પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યા બાદ નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 78.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જ્યારે ગુરુગ્રામમાં પણ CNG 83.94 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. વધેલી કિંમતો 21 મેના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તે જ સમયે મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં CNG ગેસની કિંમત 82.84 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રેવાડીમાં CNG ગેસની કિંમત વધીને 86.07 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કરનાલ અને કૈથલમાં CNG ગેસની કિંમત 84.27 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કાનપુર, હમીરપુર અને ફતેહપુરની વાત કરીએ તો અહીં CNG ગેસની નવી કિંમત 87.40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીની નવી કિંમત 85.88 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

જ્યારથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગેસના ભાવો વધવા લાગ્યા છે ત્યારથી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ ગત વર્ષે ઓક્ટોબરથી સમયાંતરે ગેસના ભાવમાં વધારો કરી રહ્યા છે. 15 મેના રોજ નવા વધારા સાથે CNGની કિંમત દિલ્હીમાં 73.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, નોઇડામાં 76.17 રૂપિયા પ્રતિ કિલો અને ગુરુગ્રામમાં 81.94 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

English summary
CNG price increased by Rs 2 per kg in Delhi, nearby areas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X