For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: 30 પોઈન્ટમાં સમજો આખું બજેટ

Budget 2019: 30 પોઈન્ટમાં સમજો આખું બજેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણામંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે વચગાળાનું બજેટ 2019-20 રજૂ કર્યું. એક કલાકથી વધુ ચાલેલ આ બજેટ ભાષણમાં તમામ સેક્ટર માટે કંઈકને કંઈક છે. એવામાં આવો જાણીએ કે આ બજેટમાં કઈ કઈ મોટી ઘોષણા કરવામાં આવી છે.

budget

1. બે વર્ષમાં ટેક્સ નિર્ધારણ ઈલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે.
2. આઈટી રિટર્ન્સ માત્ર 24 કલાકમાં પ્રોસેસ કરી શકાશે.
3. કેન્દ્ર સકાર રાજ્યોને જીએસટીનો લઘુત્તમ 14 ટકા રાજસ્વ આફશે.
4. 36 પૂંજીગત વસ્તુઓ પરથી સીમા શુલ્ક હટ્યો.
5. જીએસટી પરિષદે ઘર ખરીદવા માટે જીએસટી દર ઘટાડવાની ભલામણ કરી.
6. તમામ કટોતી બાદ પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પૂર્ણ ટેક્સ છૂટ.
7. સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50,000 કરવામાં આવ્યું.
8. બીજું ઘર ખરીદવા પર પણ ટેક્સમાંથી છૂટ મળશે.
9. આવકવેરાની કલમ 194એ અંતર્ગત ટીડીએસની સીલિંગ સીમા મહિલાઓ માટે 10,000 રૂપિયાથી વધારીને 40,000 રૂપિયા કરવામાં આવી.
10. આવકવેરાની કલમ 194આઈ અંતર્ગત ટીડીએસની સીલિંગ સીમા 1,80,000 રૂપિયાથીવધારીને 2,40,000 રૂપિયા કરવામાં આી છે.
11. આવકવેરાની કલમ 54 અંતર્ગત પૂંજીગત કર લાભને એક નિવાસી આવાસથી વધરીને બે નિવાસી આવસો માટે કરી દીધો છે.
12. આવકવેરાની કલમ 80આઈબીને વધુ એક વર્ષ એટલે કે 2020 સુધી વધારી દીધી છે. 13.
13. નોન-સેલિંગ ઇન્વેન્ટરીનો લાભ એક વર્ષથી વધારીને બે વર્ષ કરી દેવામાં આવ્યો છે.
14. મનરેગા માટે 60,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
15. તમામ માટે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 1.7 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા.
16. હરિયાણામાં 22મી એમ્સ ખુલશે.
17. પ્રધાનમંત્રી કિસાન યોજનાને મંજૂરી મળી.
18. બે હેક્ટર સુધીની જમીનવાળા દરેક ખેડૂતને 6000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે, જે ડિસેમ્બર 2018થી લાગુ થશે એટલે કે પહેલી ડિસેમ્બર 2018 વાળો 2000નો પહેલો હફ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે.
19. ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવામાં આવી, રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે 750 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
20. પશુપાલન કરતા ખેડૂતોને બે પટાની વ્યાજ સબસિડી. મત્સ્ય ઉદ્યોગ માટે અલગ વિભાગની રચના.
21. કુદરતી હોનારતથી પ્રભાવિત ખેડૂતો માટે બે ટકાની વ્યાજ સબસિડી અને સમય પર ચૂકવણી કરી શકે તે માટે વધારાની ત્રણ ટકા સબસિડી.
22. ગ્રેજ્યુટીનીસીમા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
23. 21000 માસિક કમાતા કામદારોને બોનસની સુવિધા.
24. અસંગઠિત ક્ષેત્રના કામદારોને 100 રૂપિયા માસિક યોગદાનથી 60 વર્ષની ઉંમ બાદ 3000 રૂપિયા પ્રતિ માસનું પેન્શન આપવામાં આવશે.
25 સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત 6 કરોડ મફત ગેસ કનેક્શન આપ્યાં.
26. જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ એમએસએમઈને બે ટકા વ્યાજ સબસિડી.
27. મહિલાઓને સશક્તિકરણ માટે 26 અઠવાડિયાની માતૃત્વ રજા
28. રક્ષા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ ફાળવવામાં આવ્યા.
29. આગામી પાંચ વર્ષોમાં એક લાખ ડિડિટલ ગામ બનશે.
30. ભારતીય ફિલ્મકારોને મંજૂરી માટે સિંગવ વિન્ડો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો- બજેટ 2019: બજેટમાં બધાને રાહત આપવાની કોશિશ કરવામાં આવીઃ પીએમ મોદી

English summary
Complete information on budget 2019 know Budget 2019 at a Glance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X