For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Stock Market: કોરોનાના વધતા કેસોની શેર બજાર પર અસર, સેંસેક્સ 1400 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 14500ની નીચે

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોની અસર આજે સોમવારે(5 એપ્રિલ) શેર બજાર(સ્ટૉક માર્કેટ) પર દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોની અસર આજે સોમવારે(5 એપ્રિલ) શેર બજાર(સ્ટૉક માર્કેટ) પર દેખાઈ રહી છે. લેટેસ્ટ અપડેટ મુજબ સેંસેક્સમાં 1400 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ તે નબળુ થઈને 48,600ના સ્તરે લગભગ પહોંચી ગયુ છે. વળી, એનએસઈ નિફ્ટી 324.95 પોઈન્ટ ઘટીને 14,542.40ના સ્તરે પહોંચી ગયુ છે. આજે બેંક અને ફાઈનાન્સિયલ શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. જો કે આઈટી શેર તેમને સપોર્ટ આપી રહ્યા છે. સેંસેક્સ પર લિસ્ટેડ 30 કંપનીઓમાં હાલમાં ટીસીએમ, એચસીએલ ટેકનોલજીઝ અને ઈન્ફોસિસને છોડીને બાકી અન્ય કંપનીઓના શેર લાલ નિશાનમાં આવી ગયા છે. નિફ્ટી પર આઈટીના શેરોને છોડીને જોવામાં આવે તો બધા સેક્ટોરલ ઈંડેક્સમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઈંડસઈંડ બેંક અને બજાજ ફિનસર્વના 6 ટકા શેરો તૂટ્યા છે. સૌથી વધુ 4.54 ટકા શેર સીએસયુ બેંકના તૂટ્યા છે.

Stock Market

લગભગ 4 લાખ કરોડ રોકાણકારોના ડૂબ્યા

ફાઈનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ લગભગ 4 લાખ કરોડ રોકાણકારોના ડૂબી ગયા છે. વાસ્તવમાં કારોબારમાં આજે સેંસેક્સ 48,638.62નૈ સ્તર સુધી નબળુ રહ્યુ. ત્યારબાદ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટી ગઈ અને 2,03,40,000 કરોડ રૂપિયા નજીક આવી ગઈ. 1 એપ્રિલે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 2,07,26,402 કરોડ પર બંધ થઈ હતી. આ તર્ક સાથે જોવામાં આવે તો રોકાણકારોની પૂંજીમાં લગભગ 4 લાખ કરોડનો ઘટાડો આવ્યો છે.

PMI પણ થયુ લો

દેશભરમાં એક દિવસમાં સોમવારે(5 એપ્રિલ) કોરોના વાયરસના એક લાખ 3 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા. ભારતમાં અત્યાર સુધી 31 જાન્યુઆરી 2021 બાદથી એક દિવસમાં આવેલ આ સૌથી મોટી સંખ્યા છે. કોરોનાના વધતા કેસોના કારણે કારખાનાઓમાં કામ પ્રભાવિત થયુ છે. માર્ચમાં મેન્યુફેક્ચરીંગ પરચેઝ મેનેજર ઈંડેક્સ(પીએમઆઈ) 7 મહિનાના લો પર રહી છે. આઈએચએસ માર્કેટના આંકડા અનુસાર માર્ચમાં કારખાનામાં થતુ પ્રોડક્શન સાત મહિનામાં સૌથી નીચલા સ્તરે જતુ રહ્યુ છે. માર્ચમાં પીએમઆઈ 55.4 પર રહ્યુ છે. ફેબ્રુઆરીમાં 57.5 હતુ.

અનિલ દેશમુખ અને વાઝેના ભ્રષ્ટાચાર કનેક્શનની થશે CBI તપાસઅનિલ દેશમુખ અને વાઝેના ભ્રષ્ટાચાર કનેક્શનની થશે CBI તપાસ

English summary
Coronavirus effect on Stock Market, Sensex 1400 and Nifty below 14,550.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X