For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ઈફેક્ટઃ 27.1 ટકા થયો બેરોજગારી દર, એપ્રિલમાં 9 કરોડ લોકો બેરોજગાર થયા

કોરોના વાયરસ)કોવિડ-19)ના કારણે માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહિ પરંતુ રોજગાર પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ)કોવિડ-19)ના કારણે માત્ર દેશની અર્થવ્યવસ્થા જ નહિ પરંતુ રોજગાર પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યુ છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયર ઈકોનૉમી(સીએમઆઈઈ) અનુસાર મેમાં દેશનો બેરોજગારી દર વધીને 27.1 ટકા થઈ ગયો છે. કોવિડ-19 સંકટના કારણે દેશનો બેરોજગારી દર ત્રણ મેના સપ્તાહ દરમિયાન વધીને 27.1 ટકા થઈ ગયો. એકલા એપ્રિલ મહિનામાં જ 9 કરોડ લોકોને પોતાનો રોજગાર ગુમાવવો પડ્યો છે. માર્ચના મધ્યમાં મહામારીએ ગતિ પકડતા આ દર 7 ટકાથી ઓછો હતો.

job

મુંબઈ સ્થિત થિંક ટેંકે કહ્યુ કે બેરોજગારીનો દર શહેરી ક્ષેત્રોમાં સૌથી વધુ 29.22 ટકા રહ્યો છે. આ એવા સ્થાન છે જ્યાં કોવિડ-19 સંક્રમણના સૌથી વધુ વધુ પ્રભાવિત વિસ્તાર એટલે કે રેડ ઝોન છે. વળી, ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો અહીં બેરોજગારી દર 26.69 ટકા છે. દેશમાં લૉકડાઉન લાગ્યા બાદથી જ વિશ્લેષકોએ બેરોજગારી માટે ચેતવણી આપી હતી. લૉકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ એટલુ જ નહિ પરંતુ મુંબઈ, દિલ્લી જેવા મોટા શહેરોના મજૂરોએ પણ મોટી સંખ્યામાં પલાયન કર્યુ. સીએમઆઈએ કહ્યુ કે સાપ્તાહિક શ્રૃંખલાના આંકડાઓ અનુસાર ભારતમાં જ્યારે કોવિડ-19ની શરૂઆત થઈ છે ત્યારથી બેરોજગારીમાં વૃદ્ધિ થઈ રહી છે.

આ 29 માર્ચે સપ્તાહ દરમિયાન જ્યાં 23.81 ટકા હતી. વળી, એપ્રિલમાં માસિક બેરોજગારીનો દર 23.52 ટકા પહોંચી ગયો. બેરોજગારીના દરને જો અલગ અલગ સ્થાનોના હિસાબે જોઈએ તો એપ્રિલના અંતમાં દક્ષિણ ભારતના પોંડિચેરીમાં સૌથી વધુ 75.8 ટકા, તમિલાનાડુમાં 49.8 ટકા, ઝારખંડમાં 47.1 ટકા, બિહારમાં 46.6 ટકા, મહારાષ્ટ્રમાં 20.9 ટકા, હરિયાણામાં 43.2 ટકા, ઉત્તર પ્રદેશમાં 21.5 ટકા અને કર્ણાટકમાં 29.8 ટકા હતુ. આ ઉપરાંત પહાડી રાજ્યોમાં બેરોજગારી દર ઘણો ઓછો રહ્યો છે. અહીં હિમાચલ પ્રદેશમાં આ દર 2.2 ટકા, સિક્કિમમાં 2.3 ટકા અને ઉત્તરાખંડમાં 6.5 ટકા રહ્યો.

આ પણ વાંચોઃ પુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયોઆ પણ વાંચોઃ પુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયો

English summary
coronavirus impact unemployment rate soars to 27.1 percent says CMIE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X