સસ્તી લોન- EMI પર ત્રણ મહિનાની છૂટ, RBIએ કોરોના સંકટમાં રાહતના દરવાજા ખોલ્યા
સસ્તી લોન- EMI પર ત્રણ મહિનાની છૂટ, RBIએ કોરોના સંકટમાં રાહતના દરવાજા ખોલ્યા
લૉકડાઉનની વચ્ચે દેશની ઈકોનોમીને બૂસ્ટ આપવા માટે સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રિઝર્વ બેંકે પણ રાહતના દરવાજા ખોલી દીધા ચે. આરબીઆઈ મુજબ રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટની કટોતી કરવામાં આવી છે. આ કટોતી બાદ રેપો રેટ 5.15 ટકાથી ઘટીને 4.45 ટકા થઈ ગયો છે. જ્યારે બેંકોને લોનની ઈએમઆઈ આપી રહેલ લોકોને 3 મહિના સુધીની રાહતની સલાહ આપી છે. જો કે 3 મહિનાની છૂટ દેવી કે નહિ તે બેંક પર નિર્ભર કરશે કેમ કે આરબીઆઈએ આદેશ નહિ માત્ર સલાહ આપી છે.

આની સાથે જ બેંક નક્કી કરશે કે તેઓ કઈ લોન પર ઈએમઆઈની છૂટ આપી રહી છે. મતલબ કે રિટેલ, કોમર્શિયલ અથવા અન્ય પ્રકારની લોન લેનાર લોકો માટે હજી પણ એક પ્રકારનું કન્ફ્યૂઝન બનેલું છે.
જણાવી દઈએ કે આરબીઆઈની રેપો રેટ કટોતીનો ફેસલો ઐતિહાસિક છે. આ કટોતી આરબીઆઈ ઈતિહાસની સૌથી મોટી છે. જણાવી દઈએ કે ગત બે મૌદ્રિક સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટને લઈ કોઈ ફેસલો લીધો નહોતો.
રેપો રેટ કટોતીનો ફાયદો હોમ, કાર કે અન્ય પ્રકારની લોન સહિત કેટલાય પ્રકારના ઈએમઆઈ ભરનારા કરોડો લોકોને મળવાની ઉમ્મીદ છે. આની સાથે જ નવી લોનવાળા ગ્રાહકોને પણ ફાયદો મળશે. આની સાથે જ આરબીઆઈએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેસિસ પોઈન્ટ કટોતી કરતા 4 ટકા કરી દીધો છે.
જો કે આરબીઆઈએ જીડીપી ગ્રોથ રેટ અને મોંઘવારી રેટને લઈ આંકડા જાહેર કર્યા નથી, આરબીઆઈએ આંકડા જાહેર ના કર્યા હોય તેવું આ પહેલીવાર બન્યું છે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં 100 બેસિસ પોઈન્ટની કટોતી કરી 3 ટકા કરી દેવામાં આવી છે. આ એક વર્ષની અવધી માટે કરવામાં આવ્યું છે.
આરબીઆઈ ગવર્નર મુજબ તમામ કોમર્શિયલ બેંકોને વ્યાજ અને લોન ચૂકવવામાં 3 મહિનાની છૂટ આપવામાં આવી રહી છે. આ ફેસલાથી 3.74 લાખ કરોડ રૂપિયાની રોકડ સિસ્ટમમાં આવી જશે.
આરબીઆઈ ગવર્નરે આની સાથે જ લોકોને ડિજિટલ બેંકિંગની સલાહ આપી છે. સાથે જ તેમણે કહ્યું કે બેંકિંગ સિસ્ટમ સુરક્ષિત અને મજબૂત છે.
વિત્તીય સેવા વિભાગના સચિવે પત્ર લખ્યો
નાણા મંત્રાલયે મામલાની ગંભીરતાને જોતા રિઝર્વ બેંકને પત્ર લખીને કહ્યું કે તેઓ ગ્રાહકોને રાહત આપવા માટે આપાતકાલીન ઉપાય કરે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ગુરુવારે પીએમ મોદીને પત્ર લખી માંગ કરી હતી કે કોરોનાને જોતા લોકોની ઈએમઆઈ અને લોન ચૂકવણીને છ મહિના સુધી ટાળી દેવા કહ્યું હતું.












Click it and Unblock the Notifications
