હવે કોરપોરેશન બેંકમાં થયું 7 કરોડનું કૌભાંડ, CBI દાખલ કરી FIR

Posted By:
Subscribe to Oneindia News

પંજાબ નેશનલ બેંકે 12 હજાર 600 કરોડના કૌભાંડ પછી એક પછી એક અનેક બેંકોમાં પણ આ રીતના જ કૌભાંડની વાત બહાર આવી રહી છે. હવે જમશેદપુરની કોર્પોરેશન બેંકમાં પણ લગભગ 7 કરોડના કૌંભાડની વાત બહાર આવી છે. જમશેદપુરની એક કંપની રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડની વિરુદ્ધ સીબીઆઇએ 6.77 કરોડ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેશન બેંકના જોનલ ઓફિસ પટનાના સહાયક પ્રબંધક દ્વારા સીબીઆઇમાં આ છેતરપીંડી મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે સીબીઆઇએ ખોટા દસ્તાવેજ રજૂ કરી તે આધાર પર દેવું લઇને બેંકને નુક્શાન પહોંચાડ્યું છે. આ આરોપમાં કંપની સહિત 6 લોકો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.

bank

સીબીઆઇએ રાંચી સ્થિત આર્થિક અપરાધ શાખાએ આ એફઆઇઆર દાખલ થયા પછી કંપનીના જમશેદપુર સ્થિત ઓફિસ અને તેમના આવાસ પર જઇને દરોડો પાડ્યો હતો. અને આવશ્યક દસ્તાવેજો રજૂ કર્યા હતા. બેંકના સહાયક મેનેજર મુજબ રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડે બેંકના 638 લાખ રૂપિયા જેટલી કુલ લોન લીધી છે. સાથે જ 359 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ પણ ફાળવવામાં આવી છે. જોનલ કાર્યાલયે 11 માર્ચ 2014ને આ ફાળવણી કરી છે. આરોપીએ બેંકને ખોટા દસ્તાવેજોનો આધાર આપી સિક્યોરીટી તરીકે પોતાની સંપત્તિ વધુ બતાવી છે. અને લોન પાસ કરાવી છે. પણ થોડા સમય પછી કંપની લોન ના ભરે ડિફોલ્ટર થઇ ગઇ છે. બેંકે એમ.એસ રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અરોખી ગોપાલ, નિર્દેશક, સંજીતા અખૌરી, નિતેશ અને નિશાંત અખૌરી તેમ જ કોર્પોરેશન બેંકના વૈલુઅર સંજય કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

English summary
Corporation bank fraud CBI has booked an auto dealer in Jamshedpur. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.