For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રેડિટ કાર્ડ : બિલિંગ ડેટ અને ડ્યુ ડેટ વચ્ચે શું તફાવત છે?

|
Google Oneindia Gujarati News

આપની પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તેનો ઉપયોગ કરવો સરળ હોય છે. પણ સમસ્યા ત્યારે ઉદભવે છે જ્યારે બિલિંગ ડેટ અને ડ્યુ ડેટ આવે છે. આમાં મોટા ભાગની વ્યક્તિઓ મુંઝવણ અનુભવે છે અને તેના કારણે પેમેન્ટ કરવામાં વિલંબ થાય છે.

ક્રેડિટકાર્ડનો મહત્તમ ફાયદો કેવી રીતે મેળવવો તેનું જ્ઞાન હોવાથી કોઇ ફાયદો થતો નથી. તમારે પૂરે પૂરો ફાયદો લઇને સારી ક્રેડિટ બનાવવા માટે ક્રેડિટ કાર્ડની બિલ સાયકલ અને ડ્યુ ડેટ સાયકલ જાણવી પણ જરૂરી છે.

અનેક લોકોને આ બે તારીખો વચ્ચે પણ મુંઝવણ થતી હોય છે. આ માટે બંને વચ્ચે શું તફાવત છે તે જાણવો જરૂરી છે.

credit-card-1

ક્રેડિટ કાર્ડની બિલિંગ ડેટ :
ક્રેડિટ કાર્ડની બિલિંગ ડેટ એને કહેવાય છે જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ બને છે. આ અંગેની માહિતી આપને એસએમએસ દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત બિલનો ઇમેઇલ પણ આવે છે. બિલિંગ ડેટ અલગ અલગ હોય છે. તે મહિનાની એક તારીખ પણ હોઇ શકે અને 15 તારીખ પણ હોઇ શકે છે. આ તારીખ દરેક મહિના માટે એક સરખી રહે છે. તે મહિનાના દિવસો પ્રમાણે એક બે દિવસ આગળ પાછળ હોઇ શકે છે. આ બિલમાં તમારી ખરીદીની તમામ વિગતો આપવામાં આવી હોય છે.

ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ :
ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ એ તારીખ છે જેમાં આપે ક્રેડિટ કાર્ડ દ્વારા કરેલી ખરીદીની ચૂકવણી કરવાની અંતિમ તારીખ આપવામાં આવી હોય છે. જો કોઇ કારણથી આપ ડ્યુ ડેટ સુધીમાં પેમેન્ટ કરી શકતા નથી, તો આપે મોટું વ્યાજ ચૂકવવું પડે છે. આ ઉપરાંત પ્રોસેસિંગ ફી, લેટ પેમેન્ટ ફી વગેરે ચૂકવવા પડે છે.

ઉદાહરણથી સમજીએ :
આપની બિલિંગ ડેટ 15 માર્ચ, 2014 છે. આપનું ક્રેડિટ કાર્ડ દર મહિનાની 15 તારીખે જનરેટ થાય છે.
આપની ડ્યુ ડેટ 5 એપ્રિલ, 2014 છે. આપે આ તારીખે કે આ તારીખ પહેલા ક્રેડિટ કાર્ડ પર કરેલી ખરીદીની કુલ રકમ ચૂકવવાની હોય છે. આપનું બિલ તો 15 માર્ચે જ તૈયાર થઇ ગયું છે.

હવે આપ 16 માર્ચે ખરીદી કરો છો તો તેની ગણતરી પછીની બિલિંગ સાયકલમાં થશે.

ક્રેડિટ કાર્ડમાં ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ જેને ગ્રેસ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હોય છે. તે ક્રેડિટ કાર્ડ પ્રમાણે 20 દિવસથી 60 દિવસ વચ્ચે હોય છે.

English summary
Credit Card: Why it is Important to Know Your Billing Cycle?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X