For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ વર્લ્ડ કપ: વરસાદના કારણે ડૂબી રહેલી આ ભારતીય કંપનીઓ

ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વરસાદ થવાના કારણે ક્રિકેટ પ્રેમી જ નહિ પરંતુ ભારતની વીમા કંપનીઓ પણ પરેશાન છે. અત્યાર સુધીમાં આ કંપનીઓએ આશરે રૂ. 100 કરોડનું નુકશાન થઇ ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન વરસાદ થવાના કારણે ક્રિકેટ પ્રેમી જ નહિ પરંતુ ભારતની વીમા કંપનીઓ પણ પરેશાન છે. અત્યાર સુધીમાં આ કંપનીઓએ આશરે રૂ. 100 કરોડનું નુકશાન થઇ ચૂક્યું છે. ખરેખર, આ વીમા કંપનીઓએ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતની મેચો માટે વીમા કવર આપી રાખ્યું છે. જો કોઈ પણ કારણસર આ મેચ ન થાય તો વીમા કંપનીઓએ નિયત વળતર ચૂકવવું પડે છે. આ વીમા ટીવી પ્રસારણ કંપન વાળી કંપનીએ લઇ રાખ્યા છે. ભારતમાં હજુ પણ ઘણી મેચો બાકી છે, અને જો આમાંથી કોઈ મેચ વરસાદના કારણે ન થઈ તો વીમા કંપનીઓ પર વધુ બોજો આવશે.

આ પણ વાંચો: પતંજલિના ઘટી રહેલા વેચાણ પર બાબા રામદેવે મોટી વાત જણાવી

વરસાદને કારણે હજુ સુધી 4 મેચ થઇ શકી નથી

વરસાદને કારણે હજુ સુધી 4 મેચ થઇ શકી નથી

ભારતમાં ઘણી વીમા કંપનીઓ પર વરસાદને લીધે રૂ. 100 કરોડ ડૂબી જવાનો ખતરો છે. આશંકા છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં હાજી ઘણી મેચો વરસાદ દ્વારા બાધિત થઇ શકે છે. અત્યાર સુધી, વિશ્વ કપમાં 4 મેચ વરસાદને કારણે થઇ શકી નથી. માહિતી મુજબ, લગભગ 150 કરોડ ભારતીય મેચોનું જોખમ કવર છે. આ વીમા ઘણી ભારતીય કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.

આ ભારતીય વીમા કંપનીઓને પરેશાની

આ ભારતીય વીમા કંપનીઓને પરેશાની

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ જેવી મોટી કંપનીઓ સામાન્ય રીતે આવા વીમા કવર આપે છે. આ વીમા કવર ટીવી પ્રસારણના અધિકાર લેનારી કંપનીઓ લે છે.

નુકસાનથી બચવા માટે આ વીમો લેવાય છે

નુકસાનથી બચવા માટે આ વીમો લેવાય છે

સામાન્ય રીતે, કંપનીઓ જે ટીવી માટે બ્રોડકાસ્ટ અધિકારો ખરીદે છે તે આવા વીમા કવર લે છે. આ વીમા કવર એટલા માટે લેવામાં આવે છે જેથી, જો કોઈ કારણોસર ક્રિકેટ મેચો ન થઇ શકે, તો તેમના નુકસાનની ભરપાઈ થઇ શકે છે. જો મેચ કોઈ કારણસર થઇ ન શકે, તો ટીવી પ્રસારણ કરનારી કંપની વીમા કંપનીથી નુક્શાનની ભરપાઈ કરી શકે છે. દરેક મેચ માટે, ટીવી પ્રસારણ કરનારી કંપનીને ફિક્સ્ડ પૈસા ચૂકવવાના હોય છે. આ મેચ થાય કે ન થાય આ ચુકવણી ટીવી પ્રસારણ કરનારી કંપનીને ચૂકવવામાં આવે છે. એટલા માટે આ કંપનીઓ જે ટીવી પ્રસારિત કરે છે તે આવા વીમા કવર લે છે.

English summary
Cricket World Cup: These Indian companies drowning due to rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X