For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘુ થયુ LPG ગેસ સિલિન્ડરનુ નવુ કનેક્શન લેવુ, 850 રૂપિયાનો થયો વધારો

જો તમે નવુ ગેસ કનેક્શન લેવા જઈ રહ્યા હોય તો હવે તમારે વધુ પૈસા ભરવા પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જો તમે નવુ ગેસ કનેક્શન લેવા જઈ રહ્યા હોય તો હવે તમારે વધુ પૈસા ભરવા પડશે. હવે એલપીજી કનેક્શન લેવા માટે તમારે વધુ 850 રૂપિયા ભરવા પડશે. નવી કિંમતો 16 જૂનથી લાગુ થઈ ગઈ છે. વાસ્તવમાં નવા એલપીજી કનેક્શન લેવા માટે સિક્યોરિટી ડિપોઝિટમાં 850 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એવામાં નવુ કનેક્શન લેતી વખતે તમારે સિલિન્ડર અને રેગ્યુલેટર માટે 850 રૂપિયા વધારે આપવા પડશે.

ડિપોઝીટની રકમમાં થયો વધારો

ડિપોઝીટની રકમમાં થયો વધારો

પહેલા આ ડિપોઝીટની રકમ 1450 રૂપિયા હતી પરંતુ હવે તેને વધારીને 2200 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ડિપોઝીટ રકમ 14.2 કિલોના રાંધણ ગેસ સિલિન્ડર પર છે. વળી, પ્રેશર રેગ્યુલેટર માટે તમારે 150 રૂપિયાના બદલે 250 રૂપિયા ચૂકવવા પડશે. ઉત્તર-પૂર્વ રાજ્યોના ગ્રાહકોએ સિલિન્ડર માટે 1150ના બદલે 2000 રૂપિયા અને રેગ્યુલેટર માટે 100ના બદલે 200 રૂપિયા ચૂકવવા પડશે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ કનેક્શન લેવાથી શું થશે ફાયદો

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ કનેક્શન લેવાથી શું થશે ફાયદો

જો ગ્રાહકો ડબલ બોટલ કનેક્શન લે તો તેમણે તેના માટે વધારાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડશે. જો કે, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગેસ કનેક્શન લેવા માટે ડિપોઝીટની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ જો ગ્રાહકો પીએમ ઉજ્વલા યોજના હેઠળ બે-સિલિન્ડર કનેક્શન લે તો તેમને વર્તમાન કિંમત ચૂકવવી પડશે.5 કિલો ગેસ કનેક્શન લેનારા ગ્રાહકો માટે સિક્યોરિટી ડિપોઝિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા ક્યારે થયો હતો વધારો

આ પહેલા ક્યારે થયો હતો વધારો

તમને જણાવી દઈએ કે અગાઉ ઓક્ટોબર 2012માં સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવામાં આવ્યો હતો કારણ કે તે સમયે સ્ટીલના ભાવમાં વધારો થયો હતો. આ સિક્યોરિટી ડિપોઝિટ રિફંડપાત્ર હોવા છતાં મોટાભાગના ગ્રાહકો ગેસ કનેક્શન પરત કરતા નથી અને તે પેઢી દર પેઢી પસાર થતુ રહે છે.

English summary
Deposit money increased on LPG gas connection new rates effective from 16 june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X