For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો છો? 50000થી વધારે કેશ હોય તો વેલ્થ ટેક્સ ચૂકવવો પડે?

|
Google Oneindia Gujarati News

ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે ભારતમાં વેલ્થ ટેક્સ છે અને તેની ચૂકવણી કયા સંજોગોમાં કરવાની હોય છે. ઉદાહરણ તરીકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેઓ જો રૂપિયા 30 લાખથી વધારે રકમની કાર ખરીદશે તો તેમણે વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે.

અહીં આગળ વધતા પહેલા એટલું સમજી લેવું જોઇએ કે વેલ્થ ટેક્સ એવો ટેક્સ છે જે બિનઉત્પાદક સંપત્તિ પર ચૂકવવામાં આવે છે.

wealth-tax-3

આ ટેક્સ કેવી સંપત્તિ પર ચૂકવવો પડે છે તેને વધારે સારી રીતે સમજવા માટે અમે અહીં કેટલાક ઉદાહરણો આપી રહ્યા છીએ...

  • રૂપિયા 50,000 કરતા વધારે રોકડ હોય તો
  • રૂપિયા 30,00,000થી વધારે મૂલ્ય ધરાવતી લક્ઝરી કાર
  • સોનુ, ચાંદી અને બુલિયન (આ વસ્તુઓ જો કપડાં કે ફર્નિચરમાં ઉપયોગમાં લેવામાં આવી હોય તો પણ ) તેના ઉપર વેલ્થ ટેક્સ લાગે છે.
  • જો બીજું ઘર હોય અને બિઝનેસ માટે તેનો ઉપયોગ થતો ના હોય તેને સ્ટોક ઇન ટ્રેડ ગણવામાં આવે છે અને તેને વર્ષમાં 300 દિવસ ભાડે આપ્યું હોય તો વેલ્થ ટેક્સ લાગે છે.
  • મૂલ્યવાન પેઇન્ટિગ્સ

અહીં વેલ્થના અર્થમાં એવી વસ્તુઓ આવરી લેવામાં આવે છે જો મૂલ્યવાન હોય પણ તેનો ઉપયોગ ઉત્પાદનમાં કરવાને બદલે લક્ઝરી તરીકે કરવામાં આવતો હોય.

આ કારણે જ પ્રોડક્ટિવ એસેટ્સ જેમ કે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડંસ અન્ય રોકાણ સાધનો વેલ્થ ટેક્સની નીચે આવરી લેવામાં આવતા નથી. આ કારણે તેના પર વેલ્થ ટેક્સ ચૂકવવો પડતો નથી.

રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યની સંપત્તિ પર 1 ટકા વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે. આ માટે વ્યક્તિએ વેલ્થ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે.

વ્યક્તિગત, હિન્દુ સંયુક્ત કુટુંબ અને કંપનીઓએ તેમના વેલ્થ ટેક્સ રિટર્ન ફોર્મ બીએમાં ફાઇલ કરવા પડે છે. આ રિટર્ન પર એસેસીએ હસ્તાક્ષર કરવા પડે છે.

વેલ્થ ટેક્સથી કેવી રીતે બચી શકાય?
વેલ્થ ટેક્સની જોગવાઇઓમાંથી બચવા માટે પણ કેટલાક રસ્તા છે. જેમ કે રૂપિયા 50,000થી વધારે કેશ રાખવી નહીં. જો આપની પાસે બીજુ મકાન હોય તો તે આપના સ્પાઉસના નામે હોય. વધારે ગોલ્ડ અને જ્વેલરી રાખવી નહીં. જો આપને લક્ઝુરિયસ કાર્સનો શોખ હોય તો તે રૂપિયા 30 લાખની અંદર આવે તેવી રીતે લેવી.

English summary
Did you know if you have cash in excess of Rs 50,000, you need to pay wealth tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X