ભારતમાં રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર છે?
ભારતમાં તમામ પ્રકારની ફિક્સ ડિપોઝિટના વ્યાજ કરપાત્ર છે. માત્ર ટેક્સ ફ્રી બોન્ડ અને પબ્લિક પ્રોવિડન્ડ પંડના વ્યાજ પર કર લાગતો નથી.
રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે?
હા, રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે. રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કુલ રકમમાં ઉમેરવામાં આવે છે અને તેના પર ટેક્સની ગણતરી કરવામાં આવે છે.
આ સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે આપે રિકરિંગ ડિપોઝિટ ખોલાવી છે. જેમાં આપ દર મહિને રૂપિયા 20,000 જમા કરાવો છો. જો નાણાકીય વર્ષના અંતમાં આપ તેમાંથી વાર્ષિક રૂપિયા 12,000નું વ્યાજ મેળવો છો તો આ 12,000 રૂપિયા આપની આવકમાં ઉમેરવામાં આવશે અને ત્યાર બાદ તેના પર કરની ગણતરી કરવામાં આવશે.

તેનો અર્થ એમ થયો કે જો આપની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ છે ત્યારે આપની તમામ રિકરિંગ સહિત તમામ એફડીનું વ્યાજ આવકમાં ઉમેરવામાં આવશે. આમ આપની કુલ આવક 4,12,000 થશે. આ કારણે આપની કરપાત્ર આવક 4.12 લાખ થશે. નહીં કે માત્ર રૂપિયા 4 લાખ.
શું રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ?
રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ કે નહીં તેનો નિર્ણય કેટલીક બાબતો પર નિર્ભર છે. જેમ કે આપને રૂપિયા 2.4 લાખ સુધીની કાર લેવી છે. તેના માટે આપ રકમ જમા કરવા માંગો છો. તો આપ 12 મહિના સુધી દર મહિને રૂપિયા 20,000 જમા કરી શકો છો. આ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો પડે એમ છે કારણ કે એક વાર રિકરિંગ ચાલુ કરાવ્યા બાદ તેમાં એક મહિનાનું રોકાણ આવતા મહિને કરી શકાશે નહીં.
જો આપ ઉંચા ટેક્સ બ્રેકેટ જેમ કે 20 ટકા કે 30 ટકામાં આવતા હોવ તો રિકરિંગ ડિપોઝિટ આપને મોંઘી પડી શકે છે. આ કારણે રિકરિંગ ડિપોઝિટ આપની જરૂરિયાતને આધારે લાભદાયી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
