For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા ભાવ લાગૂ: પેટ્રોલ 25 પૈસા સસ્તુ તો ડીઝલ 50 પૈસા મોંઘુ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

petrol-diesel
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: સરકારે પ્રજાની માંગણી આગળ નરમ પડતાં એક વર્ષમાં મળનારા સસ્તા સિલિન્ડર સંખ્યા વધારીને નવ કરી દિધી છે, તો બીજી તરફ સબસિડીનો બોજો ઓછો કરવા માટે ડીઝલના ભાવ આંશિક રીતે નિયંત્રણ મુક્ત કરી દિધાં છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અનુસાર ડીઝલના ભાવોમાં ગુરૂવારે મધરાતેથી પ્રતિ લિટર 50 પૈસાનો વધારો અને પેટ્રોલના ભાવોમાં પ્રતિ લિટર 25 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં હવે દર મહિને પ્રતિ લિટર 50 પૈસાનો વધારો કરવામાં આવશે. જથ્થાબંધ ડીઝલનો ઉપયોગ કરનારાઓને હવે દિલ્હીમાં 57.96 રૂપિયા પ્રતિ લિટર ડીઝલ મળશે. ત્યારબાદ દર મહિનાની પહેલી અને 16 મી તારીખે તેના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. સરકારે આ પહેલાં ગત વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજાયેલી મંત્રીમંડળની રાજકીય મામલાઓની સમિતિએ આ નિર્ણય કર્યો હતો. સમિતિના ફેંસલા અનુસાર હવે દરેક પરિવારને એક વર્ષમાં છની જગ્યાએ નવ રાંઘણગેસ સસ્તા ભાવે આપવામાં આવશે. આના કરતાં વધુ જરૂતિયાત પડતાં બજારભાવે સિલિન્ડર પુરા પાડવામાં આવશે. તો બીજી તરફ ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પડતર કિંમત ઓછી થતાં 25 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

ડીઝલના ભાવમાં આંશિક રીતે નિયંત્રણ મુક્ત કરવાના સરકારના નિર્ણયથી ડીઝલ સબસિડીમાં આ વર્ષે લગભગ 112,900 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. રેલવે અને રાજ્ય પરિવહન નિગમ જેવા ડીઝલના જથ્થાબંધ ખરીદદારોને હવે બજારભાવે ડીઝલ ખરીદવું પડશે. ચાલુ નાણાંકીત વર્ષ દરમિયાન ડીઝલ, રાંધણગેસ અને કેરોસીનની પડતર કિંમત કરતાં ઓછા ભાવે વેચવાના કારણે ઓઇલ કંપનીને 1,60,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે એવું અનુમાન લગાવવામાં આવે છે. જેમાં 59 ટકા નુકસાન ડીઝલથી થશે.

પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા મંત્રીમંડળની રાજકીય મામલાઓની સમિતિની બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે જથ્થાબંધમાં ડીઝલનો ઉપયોગ કરવાના ખરીદદારોને બજારભાવે આપવું પડશે. દિલ્હીમાં હાલ ડીઝલનો ભાવ 47.15 છે.

મંત્રીમંડળની બેઠક બાદ પેટ્રોલિયમ મંત્રી એમ. વીરપ્પા મોઇલીએ કહ્યું હતું કે ' અમે પેટ્રોલિયમ પદાર્થો વેચનારી કંપનીઓને ધીરે-ધીરે ડીઝલના ભાવ વધારવાની આઝાદી આપી છે. તેને સમય-સમય પર ડીઝલના ભાવમાં સામાન્ય વધારો કરવાનો અધિકાર આપ્યો છે.' ડીઝલના ભાવ નિયંત્રણ મુક્ત કરવાનો નિર્ણય જૂન 2010માં લેવામાં આવ્યો હતો પરંતુ તેના પર અમલ થઇ શક્યો ન હતો. હાલમાં એલપીજી અને કેરોસીનના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વર્ષે માર્ચ મહિના સુધી વપરાશકર્તાઓને પાંચ સસ્તા સિલિન્ડર આપવામાં આવશે. ઓઇલ કંપની એ પ્રમાણે ભાવ વધારશે કે મુદ્રાસ્ફીતિ અસર વર્તાઇ નહી. આ ઉપરાંત ઉપભોક્તા પર ભારણ ન પડે.

નાણાં મંત્રી ચિદંમબરમે પણ કહ્યું હતું કે ઓઇલ કંપનીઓને સમય-સમય પર સામાન્ય વધારો કરવાની પરવાનગી આપવામાં આવી છે. દિઝલના ભાવ વધવાથી સબસિડી ઓછી થશે તેમાં હું સામેલ નથી. પેટ્રોલિયમ પદાર્થોની આટલી જ રહેશે જેટલું અનુમાન લગાવવામાં આવ્યું છે.

English summary
The government Thursday moved towards deregulating diesel when it raised prices by 50 paisa per litre and planned similar monthly hikes in future to cut record subsidies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X