For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલના ભાવમાં રૂપિયા 1.09નો વધારો ઝીંકાયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 મે : લોકસભા ચૂંટણી 2014ના નવમા તબક્કાના મતદાનની પ્રક્રિયા સમાપ્ત થતાની સાથે જ સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 1.09નો વધારો ઝીંક્યો છે. નવો ભાવવધારો આજે મધરાત બાદ અમલમાં આવશે. પ્રતિ લીટર ડીઝલ માટે કરવેરા અલગ રીતે વસુલ કરવામાં આવશે.

આ વધારા અગાઉ 1 એપ્રિલ અને 1 મેએ ઓઈલ કંપનીઓએ ડીઝલમાં ભાવવધારો કરવાનું ટાળ્યું હતું. મુંબઈમાં ડીઝલનો નવો ભાવ રૂપિયા 65.21 થશે, જે હાલ 63.86 છે. દિલ્હીમાં રૂપિયા 56.71 (કરવેરા સહિત), કોલકાતામાં રૂપિયા 61.38, ચેન્નાઈમાં રૂપિયા 60.50 થશે.

diesel-price

ડીઝલની કિંમતોમાં છેલ્લીવાર 28 ફેબ્રુઆરીના રોજ 50 પૈસા વધારવામાં આવ્યા હતા. આ પહેલા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા ચાલુ થઇ હોવાને કારણે છેલ્લા બે વખતથી ભાવવધારો ટાળવામાં આવી રહ્યો હતો.

સરકારે જાન્યુઆરી 2013માં તેલ વિતરણ કંપનીઓને અધિકતમ 50 પૈસા પ્રતિ લીટરના નાના વધારા સાથે પ્રતિ મહિને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો કરવાની મંજુરી આપી હતી. આ વધારો કંપનીઓનું નુકસાન ભરપાઇ ના થાય ત્યાં સુધી કરવા માટે મંજુર કરાયો હતો. કંપનીઓનું કહેવું છે કે ભાવમાં વધારો કર્યા બાદ પણ કંપની પ્રતિ લીટર રૂપિયા 5.71નું નુકસાન સહન કરી રહી છે.

English summary
After a brief hiatus, diesel prices were on Monday hiked by Rs 1.09 a litre, excluding state levies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X