For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali Muhurt Trading: મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેંસેક્સ- નિફ્ટીમાં રેકોર્ડ ઉછાળો

Diwali Muhurt Trading: મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં સેંસેક્સ- નિફ્ટીમાં રેકોર્ડ ઉછાળો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શેર બજારમા દિવાળીના દિવસે થતા મુહૂર્ત ટ્રેડિંગમાં આજે સેંસેક્સ અને નિફ્ટીમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. સવા છ વાગ્યેથી જેવું જ ટ્રેડિંગ શરૂ થયું તો સેંસેક્સ અને નિફ્ટીમાં ઉછાલો જોવા મળ્યો. ટ્રેડિંગની શરૂઆતમાં સેંસેક્સ 336.14 અંક એટલે કે 0.77 ટકા ઉપર 43779.14ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટીની શરૂઆત 102.10 અંકોની બઢત એટલે 0.80 ટકા સાથે 12822.05 પર હતો. સેંસેક્સ 0.89 ટકાની બઢતના 43839.97 અંક પર પહોંચી ગયો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ 194.98 અંક ઉપર 43637.98ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ નિફ્ટીની શરૂઆત 50.60 અંકોની બઢત સાથે 12770.60 પર બંધ થયો. બીએસઈ અને એનએસઈનું ટ્રેનિંગ સેશન સાંજે 6.15થી 7.15 સુધી હતું.

muhurt trading

મુંબઈના બોમ્બે સ્ટૉક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગનું ઉદ્ઘાટન અભિનેત્રી આતિયા શેટ્ટીએ કર્યું. જે બાદ કારોબાર શરૂ થયો. ભારતીય એરટેલ, આઈટીસી, ઈંડિસઈંડ બેંકકના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. મુહૂર્ત ટ્રેડિંગ સાથે જ હિન્દી કેલેન્ડર વર્ષ સંવત 2077ની શરૂઆત પણ થઈ ચૂકી છે.

SBIમાં પ્રોબેશનરી ઑફિસર બનવાનો મોકો, 42 હજાર સુધી મળશે પગારSBIમાં પ્રોબેશનરી ઑફિસર બનવાનો મોકો, 42 હજાર સુધી મળશે પગાર

શેર બજારમાં દિવાળીના દિવસે રજા રહે છે પરંતુ સાંજે મુહૂર્ત ટ્રેડિંગ સેશન માટે એકક કલાક માટે બજાર ખુલે છે. મુહૂર્ત ટ્રેડિંગમાં શેર બજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. આ એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ દરમ્યાન મોટાભાગના લોકો શેર ખરીદે છે, અને બિકવાલી નથી કરતા. એવામાં બજારમાં તેજી આવે છે. આ પરંપરા 70 વર્ષથી પણ વધુ જૂની છે. 1957માં મુહૂર્ત ટ્રેડિંગ શરૂ થયું હતું. જે બે પ્રમુખ વ્યાપારિક સમુદાય ગુજરાતીઓ અને માર્વાડીઓએ શરૂ કર્યું હતું. જે બાદ 1992માં એનએસઈમાં પણ તેની શરૂઆત થઈ. દર વર્ષે દિવાળીની સાંજે એક કલાક માટે ટ્રેડિંગ કરે છે.

English summary
Diwali Muhurt Trading: Record rise in Sensex-Nifty in Muhurt trading session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X