For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAN કાર્ડ ખોવાયું હો તો આ રીતે ઘરે બેઠા નવું બનાવો

પાન કાર્ડ આપણા જીવનમાં એક મહત્વનો દસ્તાવેજ છે. જુદા જુદા ટ્રાન્ઝેક્શન માટે પાનકાર્ડનો ઉપોયગ થાય છે. આવકથી લઈને પૈસા જમા કરવા માટે પાન કાર્ડ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

પાન કાર્ડ આપણા જીવનમાં એક મહત્વનો દસ્તાવેજ છે. જુદા જુદા ટ્રાન્ઝેક્શન માટે પાનકાર્ડનો ઉપોયગ થાય છે. આવકથી લઈને પૈસા જમા કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. ત્યારે જો પાન કાર્ડ ખોવાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. પાન કાર્ડ વગર તમારા અડધા કામ અટકી શકે છે. નાણાકીય લેવડદેવડ, ટેક્સ ફાઈલિંગ, પગાર મેળવવા જેવા કામમાં પાનકાર્ડ જરૂરી છે. આ ઉપરાંત પાન કાર્ડ ઓળખના પુરાવા તરીકે પણ મહ્તવનું છે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ હોય તો તમારે ડુપ્લીકેટ કઢાવી લેવું જોઈએ. ડુપ્લીકેટ પાન કાર્ડ કઢાવવા માટે શું કરવું એ બધી જ માહિતી આ આર્ટિકલમાં વાંચવા મળશે.

PAN ફરી બનાવવાની પ્રક્રિયા

PAN ફરી બનાવવાની પ્રક્રિયા

ડુપ્લીકેટ પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા સહેલી છે. કોઈ વ્યક્તિ, સમાજ, ટ્રસ્ટ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ કે અવિભાજિત હિન્દુ પરિવાર ટેક્સ ઈન્ફોર્મેશન નેટવર્ક પર જઈને પોતાનું પાનકાર્ડ ફરી બનાવી શકે છે. આ માટે તમારે આ સાઈટ પર જવાનું રહેશે. https://www.tin-nsdl.com/

ઈન્કમટેક્સ વેબસાઈટ પરથી આ રીતે કરો ડાઉનલોડ

ઈન્કમટેક્સ વેબસાઈટ પરથી આ રીતે કરો ડાઉનલોડ

PAN કાર્ડ ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. બસ એ ધ્યાન રાખો કે જો એકવાર તમને પાન કાર્ડ નંબર અલોટ થયો છે તો તમે પાન કાર્ડ ખોવાઈ ગયા બાદ પણ જ્યારે ઈચ્છો ત્યારે સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આમ કરવાથી તમારો પાન નંબર પણ નહીં બદલાય અને નવું કાર્ડ મળી જશે.

ડુપ્લીકેટ પાન કાર્ડ માટે કેવી રીતે કરશો અરજી

ડુપ્લીકેટ પાન કાર્ડ માટે કેવી રીતે કરશો અરજી

એ વાતની પણ માહિતી આપી દઈએ કે એ વખત તમને પાન નંબર મળી જાય તો તમે ડુપ્લીકેટ કાર્ડ માટે અરજી કરી શકો છો. આ માટે તમા ઓનલાઈન અરજી કરીને સબમિટ કરી શકો છો અથવા પર જઈને નજીકના પાન કાર્ડ સેન્ટર પર જઈને અરજી સાથે જરૂીર દસ્તાવેજ આપી અપ્લાય કરી શકો છો.

કઈ પરિસ્થિતિમાં કરશો અરજી

કઈ પરિસ્થિતિમાં કરશો અરજી

જણાવી દઈએ કે જો તમારું પાન કાર્ડ ખોવાયું હોય, ચોરી થઈ ગયું હોય, ખરાબ હોય કે તૂટી ગયું હયો તેવી સ્થિતિમાં તમે નવું પાન કાર્ડ બનાવડાવી શકો છો. હવે જાણો પાન કાર્ડ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરશો.

PAN કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ

PAN કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ

ફક્ત પાનકાર્ડ ખોવાઈ જાય ત્યારે જ નહીં, નવા પાન કાર્ડ માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. જો તમે પાનકાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છતા હો તો આ છ પ્રક્રિય

  • સૌથી પહેલા www.onlineservices.nsdl.com પર લોગ ઈન કરો
  • બાદમાં તમારું નામ, નંબર અને ઈમેઈલ આીડી સબમિટ કરો
  • બાદમાં અરજીનું ફોર્મ સબમિટ કરો.
  • તમારા ઈમેઈલ આઈડી પર PDF ફોર્મેટમાં પાન કાર્ડ મળી જશે.
  • તમે આ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

2થી 3 સપ્તાહમાં પાન કાર્ડ મળી જશે

2થી 3 સપ્તાહમાં પાન કાર્ડ મળી જશે

જ્યારે તમે અરજી કરશો કે તરત જ NSDLને તમારા દસ્તાવેજ મળશે અને પાન ડિસ્પેચ થવાની પ્રક્રિયા શરૂ થશે. તેના 2થી 3 સપ્તાહમાં તમને પાન કાર્ડ મળી જશે.

English summary
Know how to get dupliate pan card or how to download it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X