For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેરોજગારોને ફ્રીમાં જમાડે છે આ રેસ્ટોરન્ટ

એક તરફ પૈસાની લાલચને કારણે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર વધે છે, તો બીજી તરપ આજે પણ કેટલાક લોકોના દિલમાં ઉદારતા જોવા મળે છે.

|
Google Oneindia Gujarati News

એક તરફ પૈસાની લાલચને કારણે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર વધે છે, તો બીજી તરપ આજે પણ કેટલાક લોકોના દિલમાં ઉદારતા જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ દુબઈની એક રેસ્ટોરન્ટની જ્યાં બેરોજગારોને ફ્રીમાં જમવાનું અપાય છે. આ રેસ્ટોરન્ટનું નામ છે ધ કબાબ શોપ. તો ચાલો જાણીએ આ અનોખા રેસ્ટોરન્ટ વિશે.

નોકરી શોધી રહ્યા છો તો અહીં ફ્રીમાં જમો

નોકરી શોધી રહ્યા છો તો અહીં ફ્રીમાં જમો

દુબઈના ધ કબા શોપ બહાર બોર્ડ લાગેલું છે કે જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમે અમારે ત્યાં ભોજન કરી શકો છો, તો પૈસાની ચિંતા ન કરો. જ્યારે નોકરી લાગી જાય, ત્યારે તમે અમને પૈસા ચૂકવી શકો છો. સાથે જ આ રેસ્ટોરન્ટ એવી અપીલ પણ કરે છે કે પૈસા આપ્યા વગર જમવા માટે શરમાવ નહીં, તેને ચેરિટિ ન સમજો, શક્ય હોય તો પછીથી પૈસા આપી જાવ.

નાનકડી મદદથી મળે છે ખુશી

નાનકડી મદદથી મળે છે ખુશી

જી હાં, દુબઈના સિલિકોન ઓએસિસમાં ધ કબાબ શોપ ચલાવતા વ્યક્તિનું નામ છે કમાલ રિઝવી. કમાલ રિઝવી કેનેડેયિન પાકિસ્તાની નાગરિક છે અને આ જ રેસ્ટોરન્ટ દ્વારા તે સમાજસેવા પણ કરે છે. કમલાના કહેવા પ્રમાણે જ્યારે લોકો પાસે નોકરી નથી હોતી, તો તેમને નાની મદદ કરીને મળે ખુશી મળે છે.

આવી રીતે શરૂ કરી ફ્રી ભોજનની યોજના

આવી રીતે શરૂ કરી ફ્રી ભોજનની યોજના

કમાલ રિઝવીના કહેવા પ્રમાણે રેસ્ટોરન્ટ કેટલાક લોકો સતત ભોજન કરવા આવતા હતા, ત્યારે તેમની સાથે વાતચીત કરતા કરતા ઓળખાણ થઈ ગઈ. આ દરમિયાન મેં જોયું કે એક વ્યક્તિ આવતો બંધ થઈ ગયો. જ્યારે મેં તપાસ કરી તો જાણવા મળ્યું એની નોકરી છૂટી ગઈ છે, અને ભોજન માટે તેની પાસે પૈસા નથી. આ સાંભળીને મને ખરાબ લાગ્યું. મેં તેની સાથે આવતા લોકોને કહ્યું તમારા મિત્રને લેતા આવો, એને કહો કે ચિંતા કર્યા વગર ભોજન કરે. આ કોઈ ચેરિટી નથી, તેને લોન સમજ અને નોકરી લાગે ત્યારે પૈસા પાછા આપી દેજે.

કોઈ નોંધ નથી રાખતા

કોઈ નોંધ નથી રાખતા

કમાલ રિઝવીએ નિયમ બનાવ્યો છે કે જેમને રેસ્ટોરન્ટમાં ફ્રીમાં જમવું છે, તેમની પાસે કોઈ દસ્તાવેજ ન માગવામાં આવે. રિઝવી કહે છે કે જરૂરિયાત મંદ લોકો રેસ્ટોરન્ટમાં એક તરફ બેસી જાય છે અને અમે તેમને અન્ય ગ્રાહકોની જેમ જ જમાડીએ છીએ. તેમાંથી કેટલાક લોકો નેપકીન પર થેન્ક્યુ લખીને ટેબલ પર મૂકતા જાય છે.

પૈસા ન આપનાર લોકોનો રેકોર્ડ નથી

પૈસા ન આપનાર લોકોનો રેકોર્ડ નથી

તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટમાં પૈસા આપ્યા વગર ભોજન કરનાર લોકોની નોંધ પણ નથી રખાતી. જ્યારે અમે રિઝવીને પૂછ્યું કે લોકો પૈસા આપવા પાછા આવે છે? તો રિઝવીએ કહ્યું મોટા ભાગના લોકો પાછા આવે છે, ત્યારે અમે તેમને કહીએ છીએ તમને જે ઈચ્છા થાય તે આપી દો, કારણ કે અમે રેકોર્ડ નથી રાખતા. રિઝવીનું કહેવું છે કે આ સેવાથી મને આનંદ અને શાંતિ મળે છે. મારે બિઝનેસ પર પણ અસર નથી પડતી. કમાલ રિઝવી જેવા વિચાર જો થોડાક લોકોને પણ આવે તો સમાજ સુધરી શકે છે.

English summary
dubai restaurant owner give free food to unemployed people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X