Budget 2020: પિતાના મોત છતાં એક મિનિટ માટે ન છોડી ફરજ, પૂરુ કર્યુ બજેટનુ કામ
એક ફેબ્રુઆરીએ જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે તો તેમને દરેક પળ એક એવા અધિકારીનુ ધ્યાન દિમાગમાં રહેશે જેમણે પોતાના પિતાના મૃત્યુ બાદ પણ પોતાની ફરજ છોડીને ન જવાનો નિર્ણય કર્યો. ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ કુમાર શર્મા એ લોકોમાં શામેલ છે જેમના માટે ફરજ બાકીની બધી વસ્તુઓ કરતા ઉપર હોય છે અને પોતાની આ ફરજ માટે દરેક પ્રકારનુ બલિદાન આપવા માટે તૈયાર રહે છે.

26 જાન્યુઆરીએ થયુ પિતાનુ મૃત્યુ
કુલદીપ કુમાર શર્મા, ગોપનીય બજેટ ડોક્યુમેન્ટ્સના પ્રિન્ટીંગ માટે નિયુક્ત સ્ટાફનો મહત્વનો હિસ્સો છે. ડોક્યુમેન્ટ્સની પ્રિન્ટિંગ દરમિયાન સ્ટાફ નૉર્થ બ્લૉકમાં જ હતો. ના કોઈ અંદર આવી શકતુ હતુ અને ના કોઈને બહાર જવાની મંજૂરી હતી. 26 જાન્યુઆરી 2020એ જ્યારે તે બજેટના ડોક્યુમેન્ટસના પ્રિન્ટિંગમાં બિઝી હતા ત્યારે તેમના પિતાનુ નિધન થઈ ગયુ. પોતાના અંગત નુકશાન બાદ પણ તેમણે પ્રેસ એરિયાને ન છોડવાનો નિર્ણય કર્યો. કુલદીપ કુમાર શર્મા અંત સુધી પોતાની ફરજ પર અડગ રહ્યા. નાણા મંત્રાલય તરફથી ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી.
|
બજેટનુ પ્રિન્ટિંગ સૌથી ગોપનીય
નાણા મંત્રાલય તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યુ છે તેમાં લખવામાં આવ્યુ છે, ‘એ જણાવીને ઘણુ દુઃખ થઈ રહ્યુ છે કે ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માના પિતાનુ નિધન 26 જાન્યુઆરી 2020ના રોજ થઈ ગયુ હતુ. બજેટ ફરજ પર હોવાના કારણે તે લૉક ઈન હતા. આ નુકશાન બાદ પણ શર્માએ નિર્ણય કર્યો કે તે આ પ્રેસ એરિયા એક મિનિટ માટે પણ નહિ છોડે.' બજેટ ડોક્યુમેન્ટ્સને ત્યાં સુધી ગોપનીય રાખવામાં આવે છે જ્યાં સુધી નાણામંત્રી તેને સંસદમાં રજૂ ના કરી દે. આજે પણ બજેટનુ પ્રિન્ટિંગ એક ખૂબ જ ગોપનીય પ્રક્રિયા છે જેમાં અમુક ટૉપ ઓફિસર્સને શામેલ કરવામાં આવે છે.

હલવા સેરેમની બાદ નૉર્થ બ્લૉકમાં બંધ
બજેટ રજૂ કરતા પહેલા નૉર્થ બ્લૉકમાં એક હલવા સેરેમની થાય છે. આ હલવાને નાણામંત્રી તરફથી તૈયાર કરવામાં આવે છે અને પછી તેને અધિકારીઓને વહેંચવામાં આવે છે. આ હલવાને નાણા મંત્રાલયના બધા અધિકારીઓમાં વહેંચવામાં આવે છે અને પછી જે અધિકારીઓ પર બજેટ પ્રિન્ટિંગની જવાબદારી હોય છે, તેમને નૉર્થ બ્લૉકના બેઝમેન્ટમાં લૉક ઈન કરી દેવામાં આવે છે. આ દરમિયાન અધિકારી મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગથી દૂર રહે છે. તેમને પોતાના પરિવારને પણ ફોન કરવાની મંજૂરી હોતી નથી.

લોકોએ કરી અધિકારીની પ્રશંસા
અધિકારી માત્ર એ વખતે બહાર આવે છે જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે તૈયાર હોય છે. નાણા મંત્રાલય તરફથી એ અંગેની માહિતી સામે આવ્યા બાદ મેનેજર કુલદીપ કુમાર શર્માની પ્રશંસા થઈ રહી છે. લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને સાથે જ તેમના પિતાના નિધન પર સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ઉર્મિલા માંતોડકરે CAAને ગણાવ્યો કાળો કાયદો, અંગ્રેજોના રૉલેટ એક્ટ સાથે કરી તુલના