નોકરી શોધનારાઓને ઝટકો, આ વર્ષે 16 લાખ રોજગાર ઘટવાનુ અનુમાન
અર્થ વ્યવસ્થામાં સુસ્તીના કારણે રોજગાર ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યુ છે. ગયા નાણાકીય વર્ષ (2018-19)ની સરખામણીમાં આ વર્ષે (2019-20) રોજગારથી લગભગ 16 લાખ રોજગાર ઘટવાનુ અનુમાન છે. આ વાત એસબીઆઈની રિસર્ચ રિપોર્ટ ઈકોરેપમાં કહેવામાં આવી છે. જે મુજબ અસમ, બિહાર, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પૈસા મોકલવામાં ઘટાડો (રેમિટન્સ)થી માલુમ પડ્યુ છે કે કોન્ટ્રાક્ટ પર આધારિત કામોમાં ઘટાડો થઈ રહ્યો છે.
આ સાથે જ આ વર્ષે વેતન વૃદ્ધિમાં ઘટાડો થવાની પણ પૂરેપૂરી સંભાવના છે. રિપોર્ટ મુજબ 5 વર્ષમાં ઉત્પાદકતા વૃદ્ધિ દર 9.4થી 9.9 ટકા વચ્ચે રહ્યો છે. જેનાથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વર્ષમાં થતુ ઈન્ક્રીમેન્ટ પ્રભાવિત થશે. ઈપીએફઓના આંકડા જણાવે છે ક વર્ષ 2018-19માં દેશની અંદર 89.7 લાખ રોજગાર વધ્યુ છે પરંતુ 2019-20ના આંકડામાં આમાં 15.8 લાખનો ઘટાડો થઈ શકે છે. ઈપીએફઓના આંકડામાં 15 હજાર રૂપિયા વેતન સુધીનુ કામ શામેલ હોય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઓક્ટોબર 2019 સુધી 43.1 લાખ નવા કર્મચારી જોડાયા છે જેના આધારે એ કહી શકાય છે કે નાણાકીય વર્ષ ખતમ થવા એટલે કે માર્ચ સુધી આ આંકડો 73.9 લાખ રહી શકે છે. તમને જણાવી દઈએ કે ઈપીએફઓના આંકડામાં સરકારી અને ખાનગી નોકરીઓ શામેલ નથી હોતી કારણકે તેમની ગણતરી નેશન પેન્શક સ્કીમ (એનપીએસ)માં થાય છે. પરંતુ એનપીએસ હેઠળ આવતા રોજગારોમાં પણ આ વર્ષે 39 હજાર ઓછી તકો રહેવાની સંભાવના છે. ઘણા રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યુ છે કે દેશમાં બેરોજગારી 45 વર્ષના ઉચ્ચ સ્તરે છે. એવામાં રોજગાર ઘટવાથી મુશ્કેલીઓ વધશે.
રોજગાર ઘટવાની અસર માત્ર વ્યક્તિના પરિવાર પર નથી પડતી પરંતુ માનસિક સ્થિતિ પર પણ પડે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા જણાવે છે કે વર્ષ 2018માં આત્મહત્યા કરનારામાં 12 હજારથી વધુ લોકો બેરોજગારીથી પરેશાન હતા. આ સાથે જ બીજા રાજ્યોમાં આજીવિકા શોધવાનુ ચલણ પણ વધી ગયુ છે. પ્રવાસી શ્રમિક રોજગારની સૌથી વધુ તકો માટે દિલ્લી જેવા શહેરો તરફ જાય છે. વળી, કેન્દ્રીય કાર્યાલયે પણ એ અનુમાન વ્યક્ત કર્યુ છે કે આખા નાણાંકીય વર્ષ (2019-20)માં જીડીપી ગ્રોથ માત્ર 5 ટકા રહેશે. આમાં 3.1 ટકા ગ્રોથ 2008-09માં નોંધવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે દુનિયાભરમાં મંદી આવી હતી.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ દોષી વિનય અને મુકેશની ક્યુરેટીવ પિટીશન પર SCમાં આજે સુનાવણી