વિશ્વમાં સૌથી વધુ ચોખા નિકાસ કરનાર દેશ બન્યો ભારત

લોકસભામાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન બૃજભૂષણ શરણ સિંહ તથા પ્રતાપરાવ ગણપતરાવ જાઘવના પ્રશ્નોના જવાબ આપતાં આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે સરકાર કૃષિ ઉત્પાદન અને નિકાસ વધારવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરે છે અને તે પરિણામો સ્વરૂપ ફળ, શાકભાજીઓના નિકાસમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
આનંદ શર્માએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઘઉંના નિકાસ પરથી પાબંધી હટાવી લીધી છે તથા એક વર્ષમાં જ ચોખાના નિકાસમાં ભારત દુનિયાનો સૌથી મોટો નિકાસકાર દેશ બની ગયો છે. તેમને એક અન્ય પ્રશ્નનો જવાબ આપતાં સહમતિ દર્શાવી હતી કે દેશમાં ખાદ્ય તેલો અને પામોલીનની આયાત મોટાપાયે કરવામાં આવી રહી છે, પરંતુ તેમને આ સાથે કહ્યું છે કે ખાદ્યાન્નના નિકાસમાં જ્યાં વિશ્વબજારમાં ભારતની ભાગીદારી વધી છે તો બીજી તરફ ભારતને ખાદ્ય તેલો અને દાળોના મામલે મોટાભાગે આયાત પર નિર્ભર રહેવું પડે છે.












Click it and Unblock the Notifications
