મહીને પગાર કપાઇને ઓછો આવે તો આશ્ચર્ય ના પામતા!

શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવનાર એમ્પ્લોઇઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને હાલમાં એક નવું સર્ક્યુલર બહાર પાડ્યું છે. જે અનુસાર હવે કર્મચારીને મળનાર અલગ-અલગ એલાઉન્સને બેસિક સેલરી સાથે જોડીને કુલ પગારમાંથી પીએફ કાપવામાં આવશે. આ રીતે જે પગાર દર મહિને આપના ખાતામાં જમા થતી હતી તેમાં કપાત થશે. પરંતુ બીજી બાજુ આપના પીએફ ખાતામાં જમાં થનારી રાશિમાં તમારી સાથે સાથે કંપની દ્વારા અપાતી રકમ પણ બમણી થઈ જશે. આ રીતે આપના ખાતામાં બચત વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે ઇપીએફઓની મુંબઇમાં ઇન્ટરનલ રિવ્યૂ મીટિંગ થઇ હતી. ત્યારબાદ 30 નવેમ્બરે દેશભરના તમામ ઇપીએફ ઓફિસોને આ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અત્યારસુધી મોટાભાગની કંપનીઓ પીએફ રાશિ બેઝિક સેલેરી અને મોઘવારી ભત્તાના આધારે કાપે છે.
પીએફ અધિકારીઓના અનુસાર કંપનીયો કર્મચારીના પીએફમાં પોતાનું યોગદાન ઓછું કરવા માટે બેસિક સેલરીને ઘણા ભાગોમાં વહેચી દેતી હતી. સર્ક્યુલરનો ઉદ્દેશ્ય કંપનીયોની આ ચાલ પર લગામ લગાવવાનું છે. હવે કર્મચારીની બેઝિક સેલરીને અન્ય એલાઉન્સ સાથે જોડી પીએફ માટેની રકમ કાપવામાં આવશે અને તે અનુસાર કંપનીએ પણ તેમનું યોગદાન વધારવું પડશે.












Click it and Unblock the Notifications
