બેંક એકાઉન્ટમાં એક રૂપિયો ન હોય તો પણ ઉપાડી શકાય છે 10 હજાર રૂપિયા, જાણો કેવી રીતે
મોટાભાગના લોકો બેંકમાં રૂપિયા ન હોય ત્યારે પરેશાન થઈ જાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે તમારા બેંક એકાઉન્ટમાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો.
તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ કેટલીક બેંકોના ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. આ સુવિધાને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. કેટલીક બેંકો કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ પર ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડે છે.

બેંક દ્વારા આપવામાં આવતી આ સુવિધામાં જો ગ્રાહકના ખાતામાં એક પણ રૂપિયો નથી તો પણ તે 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ રકમ ઉપાડી શકે છે. વિવિધ બેંકો દ્વારા અલગ-અલગ ઓવરડ્રાફ્ટ લિમિટ આપવામાં આવે છે. જે તમે તમારી મર્યાદા અને જરૂરિયાત મુજબ ઉપાડી શકો છો.
જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ લિમિટની સુવિધા બેંક દ્વારા કોઈપણ ગ્રાહકને મફતમાં આપવામાં આવતી નથી. તેના બદલે તમારે બેંકમાંથી ઉધાર લીધેલી રકમ પરત કરવી પડે છે અને બેંક દ્વારા તેના પર વ્યાજ પણ વસૂલવામાં આવે છે.
ઓવરડ્રાફ્ટ સુવિધા એક પ્રકારની લોન છે, જે બેંક દ્વારા ગ્રાહકને આપવામાં આવે છે. આ લોનની સૌથી ખાસ વાત એ છે કે તેને લેવા માટે તમારે વધારે ઔપચારિકતા કરવાની જરૂર નથી અને ન તો તમારે કોઈ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર છે.
આ સુવિધા હેઠળ તમે તમારા બેંક ખાતામાંથી 10,000 રૂપિયા સુધી અથવા તમારી લિમિટ સુધી ઉપાડી શકો છો, જે પછીથી વ્યાજ સાથે બેંકમાં જમા કરાવવાનું રહેશે. તેનો ઉપયોગ ઈમરજન્સી દરમિયાન થઈ શકે છે.












Click it and Unblock the Notifications
