For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: હાઉસ લોન રિપેમેન્ટ પર 5 લાખની ટેક્સ છૂટ આપવી જોઈએ- અનુજ પુરી

Budget 2022: અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ માટે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફાયદાની અપેક્ષા

|
Google Oneindia Gujarati News

સૌથી મૂલ્યવાન એવું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આગામી કેન્દ્રીય બજેટ 2022-23ની આતુરતાથી રાહ જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણ આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલુ રહેશે. કોરોના મહામારીને પગલે દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સંવેદનશીલ હતું. 2020થી હાઉસિંગના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. દેશના નાગરિકોને રોજગારમાં કાપ અને વેતનમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો. તેથી ખર્ચ કરવા માટે તેમની પાસે પૈસાની અછત હતી. જેને પગલે રિયલ એસ્ટેટ રોકાણમાં અવરોધ આવ્યો, અને જે લોકો રહેણાંક હેતુ માટે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમને અસર થઈ. જો કે Budget 2022માં રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં ફાયદો થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Budget 2022

જો કે, હાઉસિંગ સેક્ટર માટે નોંધપાત્ર પ્રોત્સાહન એ હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો હતો. તમામ મુખ્ય બેંકો વ્યાજમાં ઘટાડો કરી શકે છે, કારણ કે RBI એ નાગરિકોને નાણાકીય સહાય આપવા માટે છેલ્લા 9 સળંગ દ્વિમાસિક નાણાકીય નીતિઓ માટે રેપો રેટને ઐતિહાસિક રીતે નીચા સ્તરે રાખ્યો હતો. જેનાથી સામાન્ય લોકોને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં મદદ મળી. જેને કારણે ગત વર્ષે આ ક્ષેત્રએ મજબૂત પુનરાગમન અનુભવ્યું હતું. જો કે અર્થશાસ્ત્રીઓ માટે વધતો જતો ફુગાવો ચિંતાનો વિષય છે. ફુગાવો દર વધવાથી સામાન્ય નાગરિકોની ખરીદ ક્ષમતામાં ગંભીર અસર થાય છે, જેની સીધી જ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને થશે. મહામારીને કારણે પહેલેથી જ ઘણા બાંધવામાં આવેલા પ્રોજેક્ટ નિષ્ક્રિય રહ્યા હતા.

સમાજનો મોટો ભાગ અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં રોકાણ કરતો હોવાથી આ સેક્ટર સૌથી મહત્વપૂર્ણ શ્રેણી છે. 2021ના બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ અને રેન્ટલ હાઉસિંગ સેગમેન્ટને બૂસ્ટ મળ્યો હતો, કારણ કે સરકારે 1.5 લાખ સુધીની લોન માટે વધારાની કપાત માટે 31 માર્ચ 2022 સુધીનો સમયગાળો લંબાવી દેવામાં આવ્યો હતો. જો આ વખતે પણ આ સમયગાળો લંબાવવામાં આવે તો એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં ફાયદો થઈ શકે છે.

Budget 2022માં રિયલ એસ્ટેટ સેક્ટર માટે શું અપેક્ષા છે

વર્તમાન સ્થિતિ પર ટિપ્પણી કરતાં, ANAROCk ગ્રુપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું કે, 2021માં "ટૉપ 7 શહેરોમાં ટૉપ 7 શહેરોમાં કોવિડ પહેલાના સ્તરના 90% સુધીપહોંચી ગયું છે અને નવા લૉન્ચ 2019ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે 2022માં હાઉસિંગ સેક્ટરની સંભાવનાઓ સામાન્ય રીતે ઉત્સાહિત દેખાય છે, પરંતુ કોવિડ 19નો વેરિયન્ટ ઓમિક્રોન રિયલ એસ્ટેટ સેક્ટર પર કેટલી અસર કરશે તે જોવાનું બાકી છે. અત્યાર સુધી તેની કોઈ ગંભીર અસર નથી થઈ. સરકારે આ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વિવિધ બૂસ્ટર્સ દ્વારા આ ક્ષેત્રની સક્રિય સહાય કરી છે. ગયા વર્ષના બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો, પોષણક્ષમ આવાસ પર કર લાભોનું વિસ્તરણ મજબૂત પગલાં હતા જેણે ફરક પાડ્યો હતો."

બજેટ અપેક્ષાઓ વિશે અનુજ પુરીએ જણાવ્યું કે, "ફાઈનાન્સની સરળ ઉપલબ્ધતા, ઉદ્યોગની સ્થિતિ અને જીએસટી દરમાં ઘાટાડા જેવી મુખ્ય માંગ અને વધુ સમર્થનની હાઉસિંગ સેક્ટર રાહ જોઈ રહ્યું છે. હાઉસિંગ લોન પર 2 લાખની ટેક્સ રિબેટમાં વધારો કરવાની જરૂર છે. આવકવેરા અધિનિયમની કલમ 24 હેઠળના વ્યાજ દરોમાં ઓછામાં ઓછા 5 લાખ સુધીનો ટેક્સ રિબેટ આપવો જોઈએ. આવું કરવાથી હાઉસિંગ સેક્ટરની માંગમાં સખત વધારો થઈ શકે છે, ખાસ કરીને પોષણક્ષમ અને મધ્ય-સેગમેન્ટ કેટેગરીમાં. વ્યક્તિગત કર રાહત, કર દરોમાં કાપ દ્વારા અથવા સુધારેલા ટેક્સ સ્લેબ, આવકારદાયક પગલું હશે."

તેમણે ઉમેર્યું, "ANAROCK રિસર્ચ મુજબ, 2021માં પરવડે તેવા હાઉસિંગનો હિસ્સો ટોચના 7 શહેરોમાં એકંદર સપ્લાયના આશરે 26% જેટલો હતો. આ સેગમેન્ટમાં વિસ્તૃત લાભ આપવા માટે સરકારે શહેર મુજબના ભાવોના માપદંડો સુધારવા માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. કિંમતમાં સુધારા સાથે વધુ ઘર એફોર્ડેબલ હાઉસિંગના ટેગમાં આવશે, જે ખરીદદારોને ITC વિના 1%ના નીચા GST દર, સરકારી સબસિડી, હોમ લોનના વ્યાજની ચૂકવણી પર 3.5 લાખની કર કપાત સહિતના બહુવિધ લાભો મેળવી શકશે."

English summary
Expert Anuj Puri Expecting tax rebate upto 5 lakh on housing segment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X