Fact Check: તમારા વોટ્સએપમાં પણ આવ્યો 500ની નકલી નોટનો મેસેજ, જાણો સચ્ચાઈ
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં 500ની બે નોટ છે. ધ્યાનથી જોવા પર માલૂમ પડે છે કે એક નોટ પર લીલી પટ્ટી ગાંધીજીના ફોટાની એકદમ નજીક છે. તો બીજી તસવીરમાં આ પટ્ટી થોડી દૂર છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે જે નોટમાં લીલી પટ્ટી ગાંધીજીના ફોટાની નજીક છે તે નકલી નોટ છે. પોસ્ટમાં એમ પણ અપીલ કરવમાં આવી રહી છે કે આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તમારા સગા સંબંધીઓ ફેક નોટનો શિકાર ના બની જાય. જ્યારે આ પોસ્ટ અને તે બંને નોટોની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી તો મામલો કંઈક બીજો જ નીકળ્યો. તપાસમાં માલૂમ પડ્યું કે નોટ ખોટો હોવાનો દાવો ખોટો છે. બંને જ નોટ અસલી છે અને વ્યવહારમાં પણ છે.

Fact Checkમાં શું માલૂમ પડ્યું
8 નવેમ્બર 2016ના નોટબંધીના ફેસલાના બે દિવસ બાદ 10 નવેમ્બરથી પાંચ સો અને બે હજાર રૂપિયાની નવી નોટ માર્કેટમાં આવી ગઈ હતી. જે બાદ જૂન 2017માં આરબીઆઈએ પાંચ સોની કરન્સીમાં કેટલાક બદલાવ કરતા નોટોનું નવું કન્સાઈનમેન્ટ જાહેર કર્યું હતું. એવું નથી કે નવી નોટ આવવાથી જૂની નોટ બેકાર થઈ જશે. એટલે કે 10 નવેમ્બરથી પણ જ નોટ માર્કેટમાં આવી છે, તે પણ ચલણમાં છે. બેંકના એક ઉપરી અધિકારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે સ્ટ્રિપની જગ્યા બદલવાથી આ નોટ નકલી નથી થઈ જતી. આરબીઆઈએ ખુદ 13 જૂન 2017ના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 500ની નવી નોટ કેટલાક બદલાવ સાથે જાહેર કરવામાં આવી રહી છે. આની સાથે જ આરબીઆઈએ પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી.

500ની નોટમાં થયા આ બદલાવ
- નંબર પેનલના ઈનસેટ લેટરમાં Eને બદલે A લખેલ હશે.
- આમાં આરબીઆઈ ગવર્નર ર્જિત પટેલના સિગ્નેચર અને છપાઈનું વર્ષ 2017 પાછળની તરફ હશે.
- નોટની બાકી ડિઝાઈન 2016માં હતી તેવી જ રહેશે.
|
શું પરિણામ નિકળ્યું
તપાસમાં આ વાયરલ મેસેજ ખોટો નિકળ્યો. વાત એકદમ ક્લિયર છે. 500 રૂપિયાની નોટમાં જે સિલ્વર સ્ટ્રિપ હતી, તે આ બંને નોટોમાં અલગ-અલગ જગ્યા પર હતી. આ સિલ્વર પટ્ટી ગાંધીજીની નજીક હોય તેવું જરૂરી નથી. 500 રૂપિયાની નોટ સાચી છે કે ખોટી તેને લઈ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપેલી છે.
|
10ના સિક્કાને લઈને પણ આવી અફવા ફેલાણી હતી
કેટલાક દિવસો પહેલા 10ના નકલી સિક્કાની અફવા પણ ફેલાણી હતી. જે બાદ આરબીઆઈએ નોટિફિકેશન જાહેર કરી સ્પષ્ટ કર્યું હતું કે 10ના નકલી સિક્કા ચલણમાં નથી. રિઝર્વ બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે 10ના કેટલાય પ્રકારના સિક્કા ચલાનમાં છે અને બધા જ અસલી છે.
Jaipur Bomb Blast: જયપુર સિરિયલ કેસમાં આજમગઢના ચાર આતંકી દોષી