For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દિવસ બાદ ભારતમાં લેપટોપ અને ટેબલેટ્સ નહીં ખરીદી શકો!!!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂન : આજકાલ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ એને આઇટી હાર્ડવેર મેકર્સમાં ચિંતા વ્યાપી છે. કારણ કે હવે લેપટોપ, ટેબલેટ, સ્કેનર, વાયરલેસ પ્રોડક્ટ્સ, કી બોર્ડ અને ગેમ્સ જેવા ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ્સની 15 કેટેગરીનું વેચાણ કરતા પહેલા બીઆઇએસની (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) મંજૂરી લેવાની હોય છે. આ માટેની ડેડલાઇન 15 દિવસમાં સમાપ્ત થઇ રહી છે.

બીઆઈએસની મંજુરીની મુદત સમાપ્ત થશે

બીઆઈએસની મંજુરીની મુદત સમાપ્ત થશે

લેપટોપ, ટેબલેટ, સ્કેનર, વાયરલેસ પ્રોડક્ટ્સ, કી બોર્ડ અને ગેમ્સ જેવા ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ્સની 15 કેટેગરીનું વેચાણ કરતા પહેલા બીઆઇએસની (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) મંજૂરી લેવાની હોય છે. આ માટેની ડેડલાઇન 15 દિવસમાં સમાપ્ત થઇ રહી છે.

માર્કેટમાં ઉભી થશે તંગી

માર્કેટમાં ઉભી થશે તંગી

માર્કેટમાં આઇટી હાર્ડવેર પ્રોડક્ટસની તંગી સર્જાવાની શક્યતા છે. જેના કારણે ગ્રાહકો તેમને જોઇતી બ્રાન્ડની વસ્તુઓ કદાચ ના મેળવી શકે.

મંજૂરી વિના વેચાણ કે આયાત નહીં

મંજૂરી વિના વેચાણ કે આયાત નહીં

બીઆઇએસથી સેફ્ટી સ્ટાન્ડર્ડ મંજૂરી વિના ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની 15 કેટેગરીની પ્રોડક્ટનું ભારતમાં વેચાણ નહીં કરી શકાય આ ઉપરાંત તેની આયાત પણ કરી શકાશે નહીં.

3 જુલાઇ, 2013 છે ડેડલાઇન

3 જુલાઇ, 2013 છે ડેડલાઇન

પ્રારંભમાં આ માટે 3 એપ્રિલની ડેડલાઇન રાખવામાં આવી હતી. મેન્યુફેક્ચર્સ એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (અમએઆઇટી)ના અનુરોધ બાદ તેને ત્રણ મહિના વધારી દેવામાં આવી હતી. હવે તેની અંતિમ તારીખ 3 જુલાઇ, 2013 છે.

મંજૂરી વિના વેપાર ઠપ્પ થશે

મંજૂરી વિના વેપાર ઠપ્પ થશે

બીઆઇએસએ અત્યાર સુધીમાં માત્ર એક જ રજિસ્ટ્રેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રેશનમાં મોડું થશે તો તેની અસર 80 જેટલી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પડશે.

વેપારીઓને લાભ કે નુકસાન?

વેપારીઓને લાભ કે નુકસાન?

મેન્યુફેક્ચર્સ બીઆઇએસ સર્ટિફિકેશનને યોગ્ય ગણાવી રહ્યા છે. પણ તેની ધીમી ગતિથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. મેન્યુફેક્ચર્સનું માનવું છે કે આનાથી માર્કેટમાં હલકી ગુણવત્તાના ઉત્પાદનો પર નિયંત્રણ લાગશે. તેનાથી અસલી પ્રોડક્ટ મેન્યુફેક્ચર્સનો બિઝનેસ વધશે. પણ 3 જુલાઇ સુધી બીઆઇએસએ તમામ પ્રોડક્ટ્સના રજિસ્ટ્રેશન ના કર્યા તો મેન્યુફેક્ચર્સને મોટું નુકસાન ઉઠાવવું પડશે.

આ અંગે કંપનીઓનું કહેવું છે કે આઇઆઇએસ ખૂબ જ ધીમી ઝડપે કામ કરી રહ્યું છે. જેના કારણે માર્કેટમાં આઇટી હાર્ડવેર પ્રોડક્ટસની તંગી સર્જાવાની શક્યતા છે. જેના કારણે ગ્રાહકો તેમને જોઇતી બ્રાન્ડની વસ્તુઓ કદાચ ના મેળવી શકે.

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓર્ડર 2012 અંતર્ગત બીઆઇએસથી સેફ્ટી સ્ટાન્ડર્ડ મંજૂરી વિના ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની 15 કેટેગરીની પ્રોડક્ટનું ભારતમાં વેચાણ નહીં કરી શકાય આ ઉપરાંત તેની આયાત પણ કરી શકાશે નહીં.

પ્રારંભમાં આ માટે 3 એપ્રિલની ડેડલાઇન રાખવામાં આવી હતી. મેન્યુફેક્ચર્સ એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (અમએઆઇટી)ના અનુરોધ બાદ તેને ત્રણ મહિના વધારી દેવામાં આવી હતી. હવે તેની અંતિમ તારીખ 3 જુલાઇ, 2013 છે. જો કે આ વખતે પણ કામ સમયસર પૂરું થવાની આશા નથી.

આ અંગે એમએઆઇટીના પ્રેસિડેન્ટ જે વી રામમૂર્તિએ જણાવ્યું કે "હવે ડેડલાઇનમાં માત્ર 15 દિવસ બાકી રહ્યા છે. આમ છતાં બીઆઇએસએ અત્યાર સુધીમાં માત્ર એક જ રજિસ્ટ્રેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રેશનમાં મોડું થશે તો તેની અસર 80 જેટલી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પડશે. માર્કેટનું કામકાજ અટકી જશે. એકલા લીનોવોની જ 70 મોડેલ્સ માટેની અરજી પેન્ડિંગ છે."

મેન્યુફેક્ચર્સ બીઆઇએસ સર્ટિફિકેશનને યોગ્ય ગણાવી રહ્યા છે. પણ તેની ધીમી ગતિથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. મેન્યુફેક્ચર્સનું માનવું છે કે આનાથી માર્કેટમાં હલકી ગુણવત્તાના ઉત્પાદનો પર નિયંત્રણ લાગશે. તેનાથી અસલી પ્રોડક્ટ મેન્યુફેક્ચર્સનો બિઝનેસ વધશે. પણ 3 જુલાઇ સુધી બીઆઇએસએ તમામ પ્રોડક્ટ્સના રજિસ્ટ્રેશન ના કર્યા તો મેન્યુફેક્ચર્સને મોટું નુકસાન ઉઠાવવું પડશે.

English summary
Fear of lack of tablet and Laptops in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X