For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો જે "તમારા કામની છે"

|
Google Oneindia Gujarati News

મુકેશ અંબાણીએ આજે એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરથી ભારત બદલવાનું છે. નોંધનીય છે કે 5 સપ્ટેમ્બરથી રિલાયન્સ જીઓ પોતાની સેવાઓ શરૂ કરવાનો છે. મુકેશ અંબાણી આ સાથે જ જીયોને પીએમ નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઇન્ડિયાના વિઝન સાથે પણ જોડ્યું. ત્યારે રિલાયન્સ જીયોથી તમારા-મારા જેવા સામાન્ય લોકોને શું શું ફાયદા થશે તે વિષે જાણો અહીં....

reliance jio

1. જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે. જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

2. 31 ડિસેમ્બર 2016 સુધી જિયો વેલકમ ઓફર હેઠળ ડેટા, કોલ, વીડિયો બધુ જ મફતમાં આપશે. માર્ચ 2017 સુધી ભારતની 90 ટકા વસ્તી સુધી રિલાયન્સ જીઓ પહોંચી જશે. જે ભારતને સસ્તા ડેટા આપનાર દેશની બજારમાં બદલી દેશે.

reliance jio

3. જિયોના એપને બુક કરવા માટે 1500 રૂપિયા વાર્ષિક ખર્ચ ચાર્જ કરશે. જે 31 ડિસેમ્બર 2017 સુધી તમામ એક્ટિવ જીયો ગ્રાહકોને મફત મળશે.

4. જિયોએ દુનિયાભરનો સૌથી સસ્તો ડેટા દેવાનો વાયદો કર્યો છે. જે મુજબ ખાલી 50 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે. જેનો હાલનો બજાર ભાવ 250 પ્રતિ જીબી છે. એટલું જ નહીં જો તમે વધારે ડેટા ઉપયોગ કરશો તો પ્રતિ જીબી ડેટા 25 રૂપિયા સુધીમાં તમને મળી શકે છે.

reliance jio

5- ડેટા સ્પીડ આગળ ચાલીને 1 જીબી પ્રતિ સેકન્ડ સુધી જવાની યોજના છે.

6. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જીયો પસંદ કરીને દરેક ભારતીય ડેટા ગિરી કરી શકેશે.

7. વધુમાં સમગ્ર દેશમાં રોમિંગ ચાર્જ નહીં લાગે. આમ તમે ક્યાં પણ જાવ કોલ રિસિલ કરવા માટે પૈસા નહીં ચૂકવવા પડે.

reliance jio

8. રિલાયન્સ જીઓ હેઠળ રિલાયન્સ જલ્દી જ 4જી સ્માર્ટફોનની એક સીરીઝ પણ લોન્ચ કરશે.

9 રિલાયન્સ જિયોને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે. જેનાથી સરળતાથી 5જી અને 6જી ટેકનીક અપગ્રેડ થઇ શકે.

10. જે લોકો પાસે 4જી નેટવર્ક નથી કે પછી જેની પાસે 2જી કે 3 જી નેટવર્ક છે તેમના માટે પર્સનલ રાઉટલ લગાવામાં આવશે. જેને જિયો ફાઇ નામ અપાયું છે. અને તેની કિંમત 1999 રૂપિયા છે.

reliance jio

11 તેમાં કોઇ બ્લેકઆઉટ નહીં થાય. નોંધનીય છે કે બ્લેકઆઉટ એટલે જે દિવસે કંપનીનું કોઇ પણ ટૈરિફ કામ ન કરે તે દિવસે ગ્રાહકને સામાન્ય દરથી પૈસા ચૂકવવા પડે છે. મોટાભાગની કંપનીઓ તહેવારોના દિવસે આવું કરતી હોય છે.

12. જિયો પ્લાન માત્ર 19 રૂપિયાથી શરૂ થઇ રહ્યો છે. આ પ્લાન તે લોકો માટે જ છે ક્યારેક જ ડેટાનો ઉપયોગ કરે છે.

13. આ સિવાય 149 રૂપિયાથી લઇને 4,999 રૂપિયા પ્રતિ મહિનાનો પણ પ્લાન છે. જેના હેઠળ ડેટા ઓફર કરવામાં આવે છે.

reliance jio

14. વિદ્યાર્થીઓ માટે રિલાયન્સ જીઓની ખાસ ઓફર છે. જે સ્પેશલ સ્ટૂડન્ટ ડિસ્કાઉન્ટ ઓફર નામ આપવામાં આવ્યું છે. જે હેઠળ વિદ્યાર્થીઓને મુખ્ય ટેરિફ પ્લાન કરતા 25 ટકા વધુ ડેટા આપવામાં આવશે.

15. માત્ર આધાર કાર્ડની મદદથી રિલાયન્સ સ્ટોરથી જિયોનું કનેક્શન મળી શકશે. અને તે માત્ર 15 મિનિટમાં જ સ્ટાર્ટ થઇ જશે.

English summary
Fifteen points of reliance jio beneficial for all
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X