નોટબંધી બાદ સરકારનો ખજાનો કેટલો વધ્યો, નાણામંત્રી અરુણ જેટલીએ જારી કર્યા આંકડા

Subscribe to Oneindia News

નોટબંધી બાદ આ દરમિયાન સરકારને થયેલી વસૂલી અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં થયેલી વસૂલી વિશે નાણામંત્રી અરુણ જેટલીએ આંકડા જારી કર્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હીમાં એક પ્રેસ કોંફરંસ દ્વારા જણાવ્યુ કે કેટલી વસૂલી થઇ અને તેના આંકડા પણ જારી કર્યા. તેમણે એ પણ કહ્યુ કે નોટબંધીથી દેશમાં ટેક્સ વસૂલી વધી છે. નોટબંધી બાદ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરમાં વધારો નોંધવામાં આવ્યો છે.

jaitely

આવો જાણીએ નાણામંત્રીએ શું શું કહ્યુ...

1. અપ્રત્યક્ષ કરમાં નવેમ્બર 2016 ની સરખામણીમાં ડિસેમ્બરમાં 12.8% નો વધારો થયો છે.

2. એપ્રિલ 2016 થી ડિસેમ્બર સુધી અપ્રત્યક્ષ કરમાં 25% નો વધારો થયો છે.

3. એપ્રિલ 2016 થી ડિસેમ્બર 2016 સુધી પ્રત્યક્ષ કરમાં 12.01% નો વધારો થયો છે.

4. છેલ્લા ત્રિમાસિક એટલે કે એપ્રિલ 2016 થી ડિસેમ્બર 2016 સુધી ઉત્પાદ શુલ્કમાં 43% નો વધારો થયો છે.

5. નોટબંધીથી મોટાભાગના રાજ્યોમાં વેટ વસૂલી પણ વધી છે. જો કે અત્યાર સુધી મળેલા ડેટા માત્ર નવેમ્બર સુધીના છે. ડિસેમ્બરમાં થયેલી વેટ વસૂલીના આંકડા લગભગ 22 જાન્યુઆરી બાદ મળશે.

6. એપ્રિલ 2016 થી ડિસેમ્બર 2016 સુધી સર્વિસ ટેક્સની વસૂલીમાં 23.9% નો વધારો થયો છે.

7. ડિસેમ્બર 2016 માં ડિસેમ્બર 2015 ની સરખામણીએ સર્વિસ ટેક્સમાં 12.4% નો વધારો થયો છે.

8. ડિસેમ્બર 2016 માં ડિસેમ્બર 2015 ની સરખામણીમાં ઉત્પાદ શુલ્કમાં 31.6% નો વધારો થયો છે. આમાં સૌથી વધુ યોગદાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરે આપ્યુ છે.

9. ડિસેમ્બર 2016 માં ડિસેમ્બર 2015 ની સરખામણીમાં સીમા શુલ્કની વસૂલીમાં 6.3%નો ઘટાડો થયો છે. વાસ્તવમાં, નોટબંધી દરમિયાન સોનાની આયાતમાં ભારે ઘટાડો નોંધાયો છે અને સીમા શુલ્કનો એક મોટો હિસ્સો સોના પર લાગતા ટેક્સથી જ આવે છે.

10. એપ્રિલ 2016 થી ડિસેમ્બર 2016 સુધી સીમા શુલ્કમાં 4.1% નો વધારો થયો છે.

11. ડિસેમ્બર 2015 થી ડિસેમ્બર 2016 સુધી બધા અપ્રત્યક્ષ કરોને એકસાથે જોવામાં આવે તો આમાં 14.2% નો વધારો થયો છે.

English summary
finance minister arun jaitley given data of tax collection after demonetisation
Please Wait while comments are loading...