For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગલા વર્ષે ભારત 9.5 ટકાની ગતિએ વિકાસ કરશેઃ ફિચ રેટિંગ્સ

આગલા વર્ષે ભારત 9.5 ટકાની ગતિએ વિકાસ કરશેઃ ફિચ રેટિંગ્સ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કરોના સંકટના કારણે દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ આગલા નાણાકીય વર્ષમાં ભારત જબરદસ્ત વાપસી કરશે. ફિચ રેટિંગ્સ એજન્સીએ દાવો કર્યો કે ભારતીય અર્થવ્યવસ્થા આગલા વર્ષે જબરદસ્ત વાપસી કરતા 9.5 ટકાની દરે વિકાસ કરશે. જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ભારતની અર્થવ્યવસ્થા જે પહેલેથી જ કમજોર હતી, તેણે આને વધુ મટો ઝાટકો આપ્યો હતો. ફિચ રેટિંગ્સનું અનુમાન છે કે હાલના નાણાકીય વર્ષમા ભારતની અર્થવ્યવસ્થા 5 ટકાની દરે આગળ વધશે.

અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરશે

અર્થવ્યવસ્થા પાટા પર પરત ફરશે

ફિચ રેટિંગ્સ તરફથી કહેવામાં આવ્યું કે મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝાટકો આપ્ય છે, જેના કારણે લોકો પર દેણું બહુ વધી ગયું છે. વૈશ્વિક મંદી બાદ ભારતની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર ફરી શકે છે અને બીબીબી શ્રેણીથી પણ આગળ જઈ શકે છે, બસ શરત એ રહેશે કે ભારત નાણાકીય ક્ષેત્રમાં વધુ ગિરાવટ આવવા ના દે, જે કોરોનાને પગલે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોવા મળ્યું છે. જણાવી દઈએ કે ભારતે 25 માર્ચે દુનિયાનું સૌથી મોટું લૉકડાઉન કર્યું હતું, જેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી હતી. લૉકડાઉનને સતત ચાર વાર વધારવામાં આવ્યું, જો કે 4 મે બાદ તેમાં થોડી રાહત આપવાનો સિલસિલો શરૂ થયો, પરંતુ છતાં સંક્રમણ ઘટ્યું નથી.

રાહત પેકેજ

રાહત પેકેજ

દેશની અર્થવ્યવ્સ્થાને મદદ પહોંચાડવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પતાની મૌદ્રિક નીતિમાં બદલાવ કર્યો હતો અને રેટમાં કટૌતી કરી હતી, જેથી બજારમાં લિક્વિડિટી વધે. બેંકોની લોન આપવાની ક્ષમતાને પણ વધારવામાં આવી અને તેમને ઘણી રાહત પણ આપવામાં આવી. ફિચ રેટિંગ્સ એજન્સીનું કહેવું છે કે સરકારે જીડીપીના 10 ટકા રાહત પેકેજનું એલાન કર્યું હતું, પરંતુ આનાથી માત્ર એક ટકા જીડીપી ભાગ જ રાજકોષીય ઘટક હતો.

વર્લ્ડ બેંકનું અનુમાન

વર્લ્ડ બેંકનું અનુમાન

અગાઉ વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.2 ટકા કમી આવવાનું અનુમાન જતાવ્યું હતું. વર્લ્ડ બેંકે સોમવારે પોતાનો રિપોર્ટ ગ્લોબલ ઈકોનમિક પ્રોસ્પેક્ટ્સમાં એ અનુમા જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં 2020-21માં 3.2 ટકાનું સંકુચન આવશે. વર્લ્ડ બેંકે ભારત માટે ગ્રોથ રેટ અનુમાન ઓછું કરતા કહ્યું કે ભારતના ગ્રોથ રેટના 2019-20 નાણાકીય વર્ષમાં 4.2 ટકા રહેવાનું અનુમાન છે પરંતુ નાણાકીય વર્ષ 2020-21માં આઉટપુટમાં 3.2 ટકાનું સંકુચન આવશે.

હવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતેહવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતે

English summary
fitch rating agency indicate that india's economy to grow 9.5% GDP next year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X