ખાણીપીણીના ટેકઅવે અને હોમડિલીવરી સર્વિસ ટેક્સ ફ્રી થશે

food-items
નવી દિલ્હી, 21 જૂન : મોંધવારી સતત વધી રહી છે, ત્યારે ખાણી પીણીના શોખીનો માટે પાર્ટી કરવા જેવા સમાચાર આવ્યા છે. હવે ટૂંક સમયમાં ખાણી પીણીની વસ્તુઓના ટેકઅવે અને ડોમ ડિલિવરીને સર્વિસ ટેક્સ ફ્રી કરવામાં આવનાર છે.

આ માટે નાણા મંત્રાલય ટૂંક સમયમાં સ્‍પષ્‍ટતા કરશે કે ખાણી પીણીની ચીજોમાં ટેકઅવે તથા હોમ ડિલિવરી પર સર્વિસ ટેક્‍સ અમલી નહીં બને. આ પગલાને મેકડોનાલ્‍ડ્‍સ, ડોમિનોઝ અને પિત્‍ઝા હટ નેશનલ ફૂડ ચેઇન્સની સાતે નાના ફાસ્ટફૂડ જંક્શન અને રેસ્ટોરન્ટ્સ આવકારશે.

આ બાબત અંદે નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્‍યું છે કે ‘ટેકઅવે અને હોમ ડિલીવરી પર સર્વિસ ટેક્‍સ લાગુ નહીં પડે.' નાણા મંત્રાલયે કહ્યુ છે કે ટેક્‍સ અને બંધારણીય જોગવાઈઓને ધ્‍યાનમાં લીધા બાદ આ સેવાઓ પર ટેક્‍સ લાગુ કરી શકાય નહીં.

બંધારણમાં 44માં સુધારા બાદ કલમ 366માં ફૂડ અને ડ્રિંક સહિત માલના વેચાણની વ્‍યાખ્‍યા નક્કી કરવામાં આવી છે. નાણા મંત્રાલયે હોમ ડિલિવરી અને ટેકઅવે પર સર્વિસ ટેક્‍સ લાગુ નહીં થાય તેવી સ્‍પષ્‍ટતા કરી છે. તેનાથી ઉદ્યોગને ઘણી રાહત થશે કારણ કે તેણે સરકાર સમક્ષ આ વિશે ઘણી રજૂઆતો કરી હતી. તેમણે નવો ટેકસ મુલતવી રાખવા માટે પણ રજૂઆત કરી હતી.

નાણાકીય વર્ષ 2013-14ના કેન્‍દ્રીય બજેટમાં ચાલુ એપ્રિલથી તમામ એસી રેસ્‍ટોરા માટે સર્વિસ ટેક્‍સ લાગુ કરવામાં આવ્‍યો હતો. તેથી એસી રેસ્‍ટોરાએ ગ્રાહકોને હોમ ડિલીવરીથી વેચવામાં આવતા કે પેક કરીને વેચાતા ફૂડ માટે પણ સર્વિસ ટેક્‍સ વસુલવાની શરૂઆત કરી હતી. પરોક્ષ વેરા માટેની ટોચની બોડી સેન્‍ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્‍ડ કસ્‍ટમ્‍સે આ અંગે સર્વિસ ટેકસના નિયમો નક્કી કર્યા ન હોવાથી આ સ્‍થિતિ રચાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X