For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને મોટો ઝટકો, 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો ભારે ઘટાડો

છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર ભારત ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતની ગગડતી અર્થવ્યવસ્થાની અસર હવે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર ભારત ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયુ છે. હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ વર્તમાન વર્ષમાં કૉર્પોરેટ અને આવકવેરા કલેક્શનમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટમાં પીએમ મોદીના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના લક્ષ્યને પણ મોટો ઝટકો લાગ્યો છે.

pm

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ચાલુ નાણાકીય વર્ષને અંત સુધી એટલે કે 31 માર્ચ સુધી ભારતના ડાયરેક્ટ કલેક્શનનુ લક્ષ્ય 13.5 ટ્રિલિયન રૂપિયા (189 બિલિયન ડૉલર) રાખવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનુ આ લક્ષ્ય ગયા વર્ષના ડાયરેક્ટ કલેક્શનથી પણ 17 ટકા વધુ હતુ. સૂત્રો મુજબ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20 વર્ષમાં પહેલી વાર આવી ખરાબ સ્થિતિનુ કારણ આર્થિક સુસ્તી અને કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણકારોની માનીએ તો છેલ્લા અમુક વર્ષોમાં બજારમાં ડિમાન્ડનો ઘટાડો જોવામાં આવી રહ્યો છે. આનુ કારણ કંપનીઓના રોકાણમાં ઘટાડો અને વધતી બેરોજગારીને બતાવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ભારતની જીડીપી વૃદ્ધિ પણ ગયા વર્ષથી ઘણી ઓછી હતી અને એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આવનારા સમયમાં પણ આમાં કોઈ સુધારો નહિ થાય. સરકાર અને બાકી નાણાંકીય સંસ્થાઓએ ખુદ આ વાતે કબૂલ કરી છે કે ભારતનો વિકાસ દર આવનારા સમયમાં 5 ટકા રહેવાનો છે કે જે છેલ્લા 11 વર્ષોમાં સૌથી ઓછો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ મુજબ જાન્યુઆરી સુધી 7.3 ટ્રિલિયન રૂપિયા ટેક્સ તરીકે કલેક્ટ કરવામાં આવ્યા છે જે ગયા વર્ષે કલેક્ટ કરાયેલ ટેક્સથી ઘણા ઓછા છે. તમને જણાવી દઈએ કે સરકારને મળતા વાર્ષિક રેવન્યુનો 80 ટકા હિસ્સો ડાયરેક્ટ ટેક્સમાંથી આવે છે એવામાં આમાં ઘટાડો આવવાથી સરકાર માટે મોટો ઝટકો છે.

આ પણ વાંચોઃ નિર્ભયાના દોષી વિનય શર્માના વકીલનો દાવોઃ તેને જેલમાં અપાઈ રહ્યુ છે ધીમુ ઝેરઆ પણ વાંચોઃ નિર્ભયાના દોષી વિનય શર્માના વકીલનો દાવોઃ તેને જેલમાં અપાઈ રહ્યુ છે ધીમુ ઝેર

English summary
For the first time in 20 years a huge drop in direct tax collection which is a big shock to Modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X