વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સીતારમણ અને મજૂમદાર, ફૉર્બ્ઝે જારી કરી લિસ્ટ
નવી દિલ્લીઃ ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ, અમેરિકાના નવા ચૂંટાયેલ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકૉનના સંસ્થાપક કિરણ મજૂમદાર શૉ અને એચસીએલ એન્ટરપ્રાઈઝના સીઈઓ રોશની નદાર મલ્હોત્રાને વિશ્વની સર્વાધિક 100 શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. જાણીતી પત્રિકા 'ફૉર્બ્ઝ' એ પોતાની લિસ્ટમાં નિર્મલા સીતારમણને 41મુ સ્થાન આપ્યુ છે. તમને જણાવી દઈએ કે 17મા વાર્ષિક 'ફૉર્બ્ઝ પાવર લિસ્ટ'માં વિશ્વના 30 દેશોની મહિલાઓ શામેલ છે. આ લિસ્ટમાં ટૉપ પૉઝિશનમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ છે જે સતત 10માં વર્ષે આ લિસ્ટમાં નંબર વનના સ્થાને બિરાજમાન થયા છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન યાદીમાં બીજા સ્થાને જ્યારે અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે જ્યારે રોશની નદાર મલ્હોત્રા 55માં, કિરણ મજૂમદાર શૉ 68માં અને લેંડમાર્ક જૂથના પ્રમુખ રેણુકા જગતિયાની આ સૂચિમાં 98માં નંબરે છે.

સીતારમણે ઈકોનૉમિક્સમાં માસ્ટર્સ કર્યુ છે
તમને જણાવી દઈએ કે મોદી સરકાર 1માં સંરક્ષણ મંત્રીની કમાન સંભાળનાર નિર્મલા સીતારમણ, મોદી સરકાર 2માં નાણામંત્રીનુ પદ સંભાળી રહ્યા છે. શાંતિ, સૌમ્ય અને જ્ઞાનનો પર્યાય નિર્મલા સીતારમણે જેએનયુમાંથી ઈકોનૉમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમના પિતા ભારતીય રેલવેમાં કાર્યરત હતા. તેમના લગ્ન ડૉક્ટર પરાકાલા પ્રભાકર સાથે થયા છે. આગળના અભ્યાસ માટે તેમના પતિ લંડન ગયા હતા. જેમની સાથે નિર્મલા સીતારમણ પણ લંડનમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે એક હોમ સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે પણ કામ કર્યુ ત્યારબાદ તે સીનિયર મેનેજર બની ગયા. મીડિયા રિપોર્ટ મુજબ રાજનીતિમાં આવતા પહેલા તેમણે યુકેની એગ્રીકલ્ચર એન્જિનયર્સ એસોસિએશનમાં આસિસટન્ટ તરીકે અને પ્રાઈસ વૉટર હાઉસ કૂપર્સમાં મેનેજર તરીકે પણ કામ કર્યુ છે.


ભાજપના પ્રવકતા તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યુ
વર્ષ 2003થી 2005 સુધી તે નેશનલ કમિશન ફૉર વુમનના સભ્ય રહ્યા. તેમણે ભાજપના પ્રવકતા તરીકે ઉત્કૃષ્ટ કામ કર્યુ. ત્યારબાદ વર્ષ 2014માં મોદી સરકારમાં તેમને કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા. વર્ષ 2017માં સીતારમણને સંરક્ષણ મંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. સીતારમણ સરળ પરંતુ સ્પષ્ટ વક્તા કહેવામાં આવે છે.

'પદ્મભૂષણ'થી સમ્માનિત છે કિરણ મજૂમદાર
વળી, કિરણ મજૂમદાર શૉ એક વ્યવસાયી, ટેકનોક્રેટ, ઈન્વેસ્ટીગેટર અને બાયોકૉનના સંસ્થાપક છે. તે બાયોકૉન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ સિનજીન ઈન્ટરનેશનલ લિમિટેડ અને ક્લિનિજીમ ઈન્ટરનેશનલ લિમિટેડના અધ્યક્ષ પણ છે. ભારત સરકારના જૈવ પ્રોદ્યોગિકી વિભાગના સલાહકાર પરિષદના એક સભ્ય તરીકે તેમણે જૈવ પ્રોદ્યોગિકીના વિકાસના ક્ષેત્રમાં ઘણા કામ કર્યા છે અને આના કારણે ભારત સરકારે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી(1989) અને પદ્મભૂષણ(2005)સહિત ઘણા પુરસ્કારોથી નવાજ્યા છે.

સફળ બિઝનેસ વુમન રેણુકા જગતિયાની
જ્યારે લેન્ડમાર્ક જૂથના પ્રમુખ રેણુકા જગતિયાની એક સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે. ગ્રુપ લેન્ડમાર્કને તેમના પતિ મિકી જગતિયાનીએ સ્થાપિત કરી હતી જેને છેલ્લા 20 વર્ષોથી બિઝનેની દુનિયામાં નવી ઉંચાઈઓ સર કરી છે. કંપનીના પ્રમુખ તરીકે જગતિયાનીએ 50,000થી વધુ કર્મચારીઓને પોતાની કંપનીમાં જગ્યા આપી છે.
LPG Cylinder Rates: રસોઈ ગેસ સિલિન્ડર થયુ 50 રૂપિયા મોંઘુ