Bhushan Steel: ભૂતપૂર્વ CFO ની છેતરપિંડીના આરોપમાં ધરપકડ

સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO) એ ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ ચીફ ફાઇનાન્સ ઓફિસર નીતિન જોહરીની ધરપકડ કરી છે.

સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO) એ ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ ચીફ ફાઇનાન્સ ઓફિસર નીતિન જોહરીની ધરપકડ કરી છે. ઘણી બેંકોમાં બનાવટી દસ્તાવેજોની રજૂઆત સહિત અન્ય ફ્રોડ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેઓ ભૂષણ સ્ટીલની બાબતો અને બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ફંડ ભેગું કરવાની બાબતો જોઈ રહ્યા હતા. 2016-17 સુધીમાં જોહરી કંપનીના નાણાકીય વ્યવસાયમાં હસ્તાક્ષરો કરનારાઓમાં સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એસએફઆઈઓની તપાસમાં જાણવા મળ્યું છે કે જોહરીના કાર્યકાળ દરમિયાન કંપનીમાં ઘણી ગડબડીઓ થઇ છે. તેમાં ખાતા અને નાણાંકીય હિસાબીમાં ગડબડી આ ઉપરાંત વધારી-ચઢાવી માલ ભંડાર દર્શાવવાનું શામેલ છે, જેથી વધુ કાર્યકારી મૂડી લઇ શકાય.

Bhushan Steel

ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ સીએફઓ બે દિવસ માટે કસ્ટડીમાં

ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ સીએફઓ લેટર ઓફ ક્રેડિટ (LOC) દ્વારા છેતરપિંડીમાં સામેલ હતા. આ એલઓસી ઘણી બેંકોમાં નકલી દસ્તાવેજોને જમા કરીને પ્રાપ્ત કરવામાં હતી. ભૂષન સ્ટીલએ તેના લોન ખાતાઓને બેન્ક દ્વારા એનપીએ જાહેર કરવાથી બચવા માટે કાર્યકારી મૂડીની સુવિધાનો લાભ લીધો. ભૂતપૂર્વ સમયના નિદેશક રહેલા જોહરીની ધરપકડ કર્યા પછી, તેમને 2 દિવસ માટે એસએફઆઈઓની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

એક નજરમાં જોહરી પર આરોપ

- જોહરીએ ભૂષણ સ્ટીલમાંથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ભંડોળ એકત્રિત કરવાનું કામ કરતા હતા. નાણાકીય વર્ષ 2016-17 સુધીમાં, તે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવા માટે અધિકૃત હતા.

- એસએફઆઈઓની તપાસમાં, એવું જાણવા મળ્યું છે કે જોહરીના કાર્યકાળ દરમિયાન ભૂષણ સ્ટીલના એકાઉન્ટ્સ અને નાણાકીય નિવેદનોની હેરફેર સહિતના ઘણા ફ્રોડ થયા હતા. તેમની પર લેટર ઓફ ક્રેડિટ દ્વારા હેર-ફેર કરવાનો પણ આરોપ છે.

-જોહરીએ નાણાકીય વર્ષ 2014-15થી લઈને એક નિશ્ચિત સમયમાં 20,000 કરોડ રૂપિયાના લેટર ઓફ ક્રેડિટ નકલી દસ્તાવેજોના આધાર પર જારી કરાવ્યા. આ રીતે ભૂષણ સ્ટીલએ કાર્યકારી મૂડી ઊભી કરી જેથી લોન એનપીએ જાહેર ન થાય. સૂત્રોના જણાવ્યા મુજબ ઉધાર, રોકાણ અને દેવા અંગેની સમિતિના ડિરેક્ટરના બોર્ડમાં જોહરી શામેલ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X