For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાત્રો થીજવતી ઠંડીએ સુરતનો છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો!

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સુરતમાં પણ પારો ગગડી રહ્યો છે. સામાન્ય રીતે સુરતમાં શિયાળામાં પણ હવામાન ખુશનુમા રહે છે અને અપવાદરૂપે લોકોને શિયાળામાં ગરમ ​​કપડાંની જરૂર પડતી હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. સુરતમાં પણ પારો ગગડી રહ્યો છે. સામાન્ય રીતે સુરતમાં શિયાળામાં પણ હવામાન ખુશનુમા રહે છે અને અપવાદરૂપે લોકોને શિયાળામાં ગરમ ​​કપડાંની જરૂર પડતી હોય છે. પરંતુ જાન્યુઆરી 2022માં ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે.

cold

સોમવાર 24 જાન્યુઆરીએ સુરત શહેરનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ હતું. જાન્યુઆરી મહિનામાં સુરત શહેરમાં શિયાળાનો છેલ્લા 15 વર્ષનો આ રેકોર્ડ છે. અગાઉ 2011માં જાન્યુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીની મોસમમાં ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરી 2012માં 9.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ વખતે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે કે કેમ તે તો સમય જ કહેશે.

કોઈ પણ સંજોગોમાં લોકો ઠંડીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. જે લોકો ઠંડીને સહન કરી શકે છે તેઓ વહેલી સવારે ઘરની બહાર ફરવા, ગરમાગરમ સુરતી નાસ્તો અને ચાની ચુસ્કીઓ લઈને ઠંડીનો આનંદ માણી રહ્યા છે. જેમને ઠંડીમાં બહાર જવાનું ગમતું નથી તેઓ બેડરૂમમાં રજાઈ ઓઢીને ઠંડીની મજા માણી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં પણ ઠંડી વધવાની સંભાવના છે, હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે.

English summary
Freezing cold breaks Surat's record of last 15 years!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X