For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 એપ્રિલથી PF અકાઉન્ટમાંથી GSTમાં નિયમો બદલાશે, આમ આદમીને પડશે માર

1 એપ્રિલ, 2022થી ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમને થશે. આમાં જ્યાં પીએફ એકાઉન્ટ પર ટેક્સને લઈને ફેરફાર જોવા મળશે, તો બીજી તરફ બજેટ 2022 મુજબ કોઈપણ ક્રિપ્ટો એસેટમાંથી નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

|
Google Oneindia Gujarati News

1 એપ્રિલ, 2022થી ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમને થશે. આમાં જ્યાં પીએફ એકાઉન્ટ પર ટેક્સને લઈને ફેરફાર જોવા મળશે, તો બીજી તરફ બજેટ 2022 મુજબ કોઈપણ ક્રિપ્ટો એસેટમાંથી નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે GSTથી લઈને દવાઓની કિંમતમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. દર મહિનાના પ્રથમ દિવસે, કેટલાક નાના ફેરફારો જોવા મળે છે.

માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મહિનાની શરૂઆત મોટા ફેરફારો સાથે થવા જઈ રહી છે. આમાં જ્યાં એક તરફ PF એકાઉન્ટથી લઈને GST સુધીના નિયમો બદલાશે. બીજી તરફ, ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને ટેક્સનો ફટકો પડશે. એટલું જ નહીં 1 એપ્રિલથી લોકોને મોંઘવારી મોરચે પણ મોટો ઝટકો લાગવાનો છે. ચાલો કેટલાક મુખ્ય ફેરફારો પર એક નજર કરીએ જે તમને સીધી અસર કરશે.

પીએફ એકાઉન્ટ પર ટેક્સ

પીએફ એકાઉન્ટ પર ટેક્સ

1 એપ્રિલ, 2022થી જે સૌથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, તેમાં સૌથી મહત્વપૂર્ણ PF એકાઉન્ટ પરનો ટેક્સ છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઆવકવેરા નિયમ 2021 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, EPF ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીના કરમુક્ત યોગદાનની મર્યાદા લાદવામાં આવી રહી છે.

જોઆનાથી ઉપર યોગદાન આપવામાં આવશે, તો વ્યાજની આવક પર કર લાગશે. આવા સમયે સરકારી કર્મચારીઓના GPFમાં કરમુક્ત યોગદાનની મર્યાદા વાર્ષિક 5લાખ રૂપિયા છે.

ક્રિપ્ટોમાંથી કમાણી પર કર

ક્રિપ્ટોમાંથી કમાણી પર કર

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલથી એક મોટો ફેરફાર ક્રિપ્ટોકરન્સી પરનો ટેક્સ છે. 2022-23 ના બજેટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણેતમામ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અથવા ક્રિપ્ટો સંપત્તિઓ પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી.

આ હેઠળ, જો રોકાણકારને ક્રિપ્ટો એસેટ્સ વેચીને ફાયદો થાય છે,તો તેણે સરકારને ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે, જ્યારે પણ કોઈ ક્રિપ્ટો એસેટ વેચવામાં આવે છે, ત્યારે તેના વેચાણના એક ટકાના દરે TDS કાપવામાં આવશે.

દવાઓ પર થતો ખર્ચ વધશે

દવાઓ પર થતો ખર્ચ વધશે

નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. હા, મોંઘવારીની અસરથી પરેશાન લોકો માટે 1 એપ્રિલથી દવાઓખરીદવી મોંઘી થઈ જશે.

રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. આમાં તાવની મૂળભૂત દવા પેરાસિટામોલનોસમાવેશ થાય છે.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ દવાઓના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર માટે તેની મંજૂરી આપી દીધી છે.

પોસ્ટ ઓફિસ યોજનાના બદલાઇ જશે નિયમો

પોસ્ટ ઓફિસ યોજનાના બદલાઇ જશે નિયમો

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અથવા પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટમાં રોકાણ સંબંધિત નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે.

આયોજનાઓમાં વ્યાજની રકમ 1 એપ્રિલથી રોકડમાં ઉપલબ્ધ થશે નહીં. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે.

આ સિવાય જે ગ્રાહકોએ તેમના પોસ્ટ ઓફિસ સેવિંગએકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટને આ સ્કીમ સાથે લિંક નથી કરાવ્યું અને આવા કિસ્સાઓમાં વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું નથી. તેથી તેઓએ તેને લિંક કરવાની જરૂરપડશે.

ઈ ઈનવોઈસિંગ સંબંધિત સરળ નિયમો

ઈ ઈનવોઈસિંગ સંબંધિત સરળ નિયમો

CBIC (સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ ઇ-ચલણ (ઇલેક્ટ્રોનિક ચલણ) જાહેર કરવા માટેની ટર્નઓવર મર્યાદારૂપિયા 50 કરોડની અગાઉની નિયત મર્યાદાથી ઘટાડીને રૂપિયા 20 કરોડ કરી છે. આ નિયમ પણ 1 એપ્રિલ, 2022થી લાગુ કરવામાં આવી રહ્યો છે.

એક્સિસ બેંકમાં આ મોટો ફેરફાર

એક્સિસ બેંકમાં આ મોટો ફેરફાર

એક્સિસ બેંકમાં સેલેરી અથવા સેવિંગ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે 1 એપ્રિલ, 2022થી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. બેંકે બચત ખાતામાં મિનિમમબેલેન્સની મર્યાદા 10 હજારથી વધારીને 12 હજાર રૂપિયા કરી દીધી છે.

AXIC બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનનીનિર્ધારિત મર્યાદાને ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા 1.5 લાખ રૂપિયામાં પણ બદલી દીધી છે.

ગેસ સિલિન્ડરમાં સંભવિત વધારો

ગેસ સિલિન્ડરમાં સંભવિત વધારો

દર મહિનાની જેમ એપ્રિલના પ્રથમ દિવસે પણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દેશમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દિવસેને દિવસે વધી રહી છે.

એવું માનવામાં આવે છે કે, એપ્રિલમાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે, તાજેતરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50રૂપિયાનો વધારો કરીને તેનો બોજ સામાન્ય જનતા પર નાખવામાં આવ્યો છે.

English summary
From April 1, the rules will change from PF account to GST, thus the man will have to be beaten.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X