Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર, આ રીતે ચેક કરો પોતાના શહેરના રેટ

આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો લેટેસ્ટ રેટ.

નવી દિલ્લીઃ આજે સવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે સતત નવમાં દિવસે બંને ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 સપ્ટેમ્બરે બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હજુ પણ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર જ વેચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.96 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.62 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.19 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.26 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.84 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.49 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.55 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 97.76 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.69 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો પરંતુ જે રીતે મે-જૂનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા તેના કારણે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલના ભાવ શતકને પાર કરી ગયા છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને આના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X